Corona Vaccine: કોરોનાની રસી અંગે આવ્યા આઘાતજનક સમાચાર!, આ કંપનીએ ટ્રાયલ પર લગાવી રોક
કોરોનાની રસી (Corona Vaccine) ની કાગડોળે વાટ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે કોરોનાની રસીની આશા રાખીને બેઠેલા લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સને (Johnson and Johnson) કોરોનાની રસી અંગે થઈ રહેલી પોતાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે રોક લગાવી છે. કંપની તરફથી સોમવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ટ્રાયલમાં વોલેન્ટિયરમાં એક અસ્પષ્ટીકૃત બીમારી (unexplained illness) ના કારણે પોતાની ટ્રાયલને અસ્થાયી રીતે અટકાવી દીધી છે.
નવી દિલ્હી: કોરોનાની રસી (Corona Vaccine) ની કાગડોળે વાટ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે કોરોનાની રસીની આશા રાખીને બેઠેલા લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સને (Johnson and Johnson) કોરોનાની રસી અંગે થઈ રહેલી પોતાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે રોક લગાવી છે. કંપની તરફથી સોમવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ટ્રાયલમાં વોલેન્ટિયરમાં એક અસ્પષ્ટીકૃત બીમારી (unexplained illness) ના કારણે પોતાની ટ્રાયલને અસ્થાયી રીતે અટકાવી દીધી છે.
કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી
જ્હોન્સન એન્ડ જ્હોન્સને કહ્યું કે ટ્રાયલમાં ભાગ લીધો છે એવા વોલેન્ટિયરની બીમારીની સમીક્ષા અને મૂલ્યાંકન એક સ્વતંત્ર ડેટા અને સુરક્ષા નિગરાણી બોર્ડની સાથે સાથે કંપનીના ક્લિનિકલ અને સુરક્ષા ચિકિત્સકો દ્વારા કરાઈ રહ્યા છે. કંપનીએ કહ્યું કે મોટા ટ્રાયલ કે જેમાં 10 હજારથી વધુ લોકો પર ટ્રાયલ થાય છે, તેમાં આવી અસ્થાયી રોક લાગતી રહે છે.
Corona: કોરોના વાયરસથી કુંવારા લોકોમાં મૃત્યુનું જોખમ વધારે, એક રિચર્સમાં ખુલાસો
વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં ચેપી રોગોના પ્રોફેસર ડૉ.વિલિયમ શેફનરે ઈમેઈલ દ્વારા કહ્યું કે એસ્ટ્રાજેનેકા સાથે જે થયું તેનાથી દરેક જણ અલર્ટ છે. આ એક ગંભીર પ્રતિકૂળ ઘટના હશે. જો તે પ્રોસ્ટેટ કેન્સર, અનિયંત્રિત ડાયાબિટિસ કે હ્રદયરોગના હુમલા જેવું કઈંક હશે- તો તે કારણે ટ્રાયલ અટકી નહીં હોય.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube