કાઠમાંડૂઃ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)માં વિભાજન રોકવા માટે રવિવારે ચીનનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ કાઠમાંડૂ પહોંચી ગયું છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ડાઇના (સીપીસી)ના આંતરરાષ્ટ્રીય વિભાગના ઉપ મંત્રી ગુઓ યેઓઓના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળના એજન્ડા વિશે હાલ કોઈ જાણકારી નથી. પરંતુ સત્તામાં રહેલી એનસીપી સાથે જોડાયેલા નેતાઓ પ્રમાણે ચીની નેતાઓની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ન માત્ર સંસદ ભંગ કરવાથી ઉભી થયેલી રાજકીય સ્થિતિનું નિરીક્ષણ કરવાનો છે પરંતુ પાર્ટીમાં ભાગલા રોકવાનો પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં નેપાળમાં રાજકીય અસ્થિરતાની શરૂઆત તે સમયે થઈ જ્યારે ચીન સમર્થક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મતભેદો બાદ પાછલા સપ્તાહે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તે દિવસે સંસદ ભંગ કરી દીધી અને નવી ચૂંટણીની તારીખો (30 એપ્રિલ અને 10 મે) જાહેર કરી દીધી હતી. આ વચ્ચે કાઠમાંડૂ સ્થિત ચીની દૂતાવાસ અને વિદેશ મંત્રાલયે ગુઓ યેઓઓની યાત્રા પર મૌન સાધી લીધુ છે. 


આ પણ વાંચોઃ ગિફ્ટ આપવા આવેલા Santa Claus મોત વહેંચીને ગયા...અત્યાર સુધી 18ના જીવ ગયા


મહત્વનું છે કે આ સપ્તાહની શરૂઆતમાં નેપાળ સ્થિત ચીની રાજદૂત હોઉ યાંકીએ સત્તામાં રહેલી એનસીપીના બંન્ને જૂથોના નેતાઓ સાથે મુલાકાત કરી અને અને તેમને ગુઓની કાઠમાંડૂ યાત્રા વિશે જણાવ્યું હતું. ઉપમંત્રી ગુઓ બંન્ને જૂથના નેતાઓ સાથે બેઠક કરશે. 


આ પ્રથમવાર નથી કે જ્યારે ચીને નેપાળના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. મેમાં જ્યારે ઓલી પર પદ છોડવાનો દબાવ વધ્યો તો રાજદૂત હોઉએ એનસીપીના બીજા મોટા નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. જુલાઈમાં પણ ઓલી સરકારને બચાવવા માટે ચીની રાજદૂતે રાષ્ટ્રપતિ, પૂર્વ પ્રધાનમંત્રી પ્રચંડ, માધવ કુમાર નેપાળ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube