લાહોરઃ Paramjit Singh Panjwar Killed: પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મો સ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી પરમજીત સિંહ પંજવડ (Paramjit Singh Panjwar) ની પાકિસ્તાનના લાહોરમાં હત્યા કરી દેવામાં આવી છે. પરમજીત પંજવડ પાકિસ્તાનમાં નામ બદલીને રહેતો હતો અને ત્યાંથી ખાલિસ્તાન સમર્થિત ગતિવિધિઓને અંજામ અપાવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્ર અનુસાર પરમજીત સિંહને લાહોરમાં કેટલાક બાઇક સવારોએ નિશાન બનાવ્યો છે. તેને બાઈક પર આવેલા હુમલાખોરોએ લાહોરમાં જૌહર વિસ્તારની સનફ્લાવર સોસાયટીની અંદર ઘુસીને ગોળી મારી. તેના પર ગોળીબાર કરી હુમલો કરનાર ફરાર થઈ ગયા હતા. જાણવા મળ્યું કે ગોળીબારને કારણે પરમજીતનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. 


ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો ચીફ હતો પંજવડ
પરમજીત સિંહ પંજવડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)નો મુખિયા હતો, જે એક આતંકી સંગઠન છે. 90ના દાયકામાં પંજવડે પાકિસ્તાનમાં આસરો લીધો હતો. તે પાકિસ્તાનમાં મલિક સરદાર સિંહના નામથી રહેતો હતો. તે ભારત વિરોધી ગતિવિધિઓમાં 90ના દાયકા પહેલાં પણ સક્રિય હતો. કહેવામાં આવે છે કે તે 1986માં પાકિસ્તાન ગયો હતો. 


આ પણ વાંચોઃ બિલાવલે પાકિસ્તાન પહોંચતા જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, BJP-RSS વિશે કહી આ વાત


1999માં ચંદીગઢમાં કરાવ્યો હતો બોમ્બ બ્લાસ્ટ
ભારતીય એજન્સી અનુસાર, ચંદીગઢમાં 30 જૂન 1999માં પાસપોર્ટ કાર્યાલય પાસે જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા, તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા પરમજીત સિંહે કરાવ્યા હતા. આ બ્લાસ્ટમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તો ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. બોમ્બને સ્કૂટરની ડિક્કીમાં રાખવામાં આવ્યો હતો.


આ 9 આતંકીઓના લિસ્ટમાં હતો સામેલ
ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ 2020માં 9 આતંકીઓનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં પંજવડનું નામ સામેલ હતું. આ લિસ્ટમાં પંજવડ સિવાય બબ્ર ખાલસા ઈન્ટરનેશનલના ચીફ વધાવા સિંહ બબ્બરનું નામ પણ હતું, જે તરનતારનમાં જ દાસૂવાલ ગામનો રહેવાસી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube