બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાન પહોંચતા જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, BJP-RSS નું નામ લઈ કહી આ વાત

India-Pakistan Relations: પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાન પહોંચતા જ અસલ રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે.

બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાન પહોંચતા જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, BJP-RSS નું નામ લઈ કહી આ વાત

India-Pakistan Relations: પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાન પહોંચતા જ અસલ રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વિદેશમંત્રીઓની બે દિવસની બેઠકમાં સામેલ થવા માટે ગુરુવારે (4 મે) ભારત પહોંચ્યા હતા. બિલાવલે કહ્યું કે તેમણે સભ્ય દેશો સામે કાશ્મીર  પર સૈદ્ધાંતિક સ્થિતિ રજૂ કરી. કાશ્મીર પર અમારા વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જ્યાં સુધી ભારત પોતાનો એકતરફી નિર્ણય પાછો ન લે ત્યાં સુધી વાત બનશે નહીં. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ 2019માં ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવાયો અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ખુબ અંતર આવી ગયું. 

એસ જયશંકર પર સાધ્યું નિશાન
બિલાવલ ભુટ્ટોએ વિદેશમંત્રી એસ જયશંકર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભારતીય મંત્રી બીજેપીની ભાવનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા જે મુસલમાનો વિરુદ્ધ નીતિઓને પ્રોત્સાહન આપે છે અને કહ્યું કે ભારતીય સત્તાધારી પાર્ટી અને આરએસએસ મને અને દરેક પાકિસ્તાનીને 'આતંકવાદી' જાહેર કરવા માંગે છે. 

એસ જયશંકરે પાકિસ્તાનને સંભળાવી દીધુ હતું
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ગોવામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને અરીસો બતાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ G-20ની બેઠકો થઈ રહી છે, તેમાં કંઈ અસામાન્ય નથી.

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન-ચીન કોરિડોરને લઈને એસસીઓની બેઠકમાં એક કે બે વાર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિકાસ માટે કનેક્ટિવિટી જરૂરી છે.  SCOની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, SCO સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. પરંતુ આતંકવાદના પ્રમોટર, સંરક્ષક અને પ્રવક્તા તરીકે તેમની (પાકિસ્તાનની) પોઝિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news