પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના શાસનના 10 વર્ષ પૂરા થવા દેશને સંબોધિત કર્યો છે. આ દરમિયાન તેમણે પરમાણુ બોમ્બ અને અમેરિકાની તુલનામાં ટ્રેક્ટરના કારખાના અને સ્કૂલ ડ્રેસનો વધુ ઉલ્લેખ કર્યો છે. આવું પ્રથમવાર જોવામાં આવ્યું છે જ્યારે કિમ જોંગે હથિયારો અને સેનાને મજબૂત કરવાની જગ્યાએ દેશના વિકાસ સાથે જોડાયેલી વાત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયા આ સમયે ભુખમરાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેવામાં કિમ જોંગ પોતાની જનતાને આ મુશ્કેલ સમયમાંથી કાઢવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક વિકાસ પર કિમ જોંગ ઉનનો ભાર
કોરિયાની વર્કર્સ પાર્ટી (WPK) ની 8મી કેન્દ્રીય સમિતિની ચોથી પૂર્ણ બેઠકને સંબોધિત કરતા કિમ જોંગ ઉને કહ્યુ કે, 2022 માટે ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષ્ય આર્થિક વિકાસ શરૂ કરવો અને લોકોના જીવનમાં સુધાર કરવાનું હશે. તેમણે તે પણ જણાવ્યું કે, લોકો જીવન અને મોત વચ્ચે સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. આ બેઠક સોમવારે થઈ હતી. 2021માં પોતાના પિતાની મૃત્યુ બાદથી કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાની સત્તા સંભાળી રહ્યા છે. 


ભુખમરાનો સામનો કરી રહ્યું છે ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયાના સરકારી મીડિયા અનુસાર, આ વખતે કિમ જોંગ ઉનનું મુખ્ય ફોકસ ઘરેલૂ મુદ્દા પર હતું. આ પહેલા દર નવા વર્ષે કિમ જોંગ ઉનના સંબોધનમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાની સાથે રાજદ્વારી સંબંધનો ઉલ્લેખ જરૂર થતો હતો. તે આ દરમિયાન મહત્વની નીતિગત જાહેરાત કરતા હતા. ઉત્તર કોરિયન જનતા કોરોના મહામારીને કારણે ભુખમરાનો સામનો કરી રહી છે. ઉત્તર કોરિયાએ જાન્યુઆરી 2022થી પોતાની સરહદોને સીલ કરી છે. જેનાથી વ્યાપાર ઠપ થવાને કારણે ઉદ્યોગ ધંધા પણ બંધ થઈ ગયા છે. 


આ પણ વાંચોઃ ઓમિક્રોનના કહેર વચ્ચે 'ફ્લોરોના'નો ફફડાટ, ઈઝરાયેલમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો


જાન્યુઆરીથી બંધ છે ઉત્તર કોરિયાની સરહદ
કોરોનાને ઉત્તર કોરિયામાં પ્રવેશતો રોકવા માટે કિમ જોંગ ઉનના આદેશ પર જાન્યુઆરી 2022માં દેશની સરહદને સીલ કરી દેવામાં આવી હતી. આ કારણે કિમ જોંગ ઉનના દેશમાં ભોજન, દવાઓ, ઈંધણ અને જરૂરીયાતની વસ્તુની કમી થઈ ગઈ છે. આ તાનાશાહને ડર હતો કે જો કોરોના વાયરસ તેમના દેશમાં પ્રવેશ કરી ગયો તો દેશની જૂની અને ખરાબ રૂપથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સિસ્ટમ ધ્વસ્ત થઈ જશે.


અંતરીયાળ વિસ્તારોમાં છે ભુખમરો
ઉત્તર કોરિયાના અંતરીયાળ વિસ્તારોમાં હાલમાં ભુખમરાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં ઉદ્યોગ, કૃષિ, મોટા પાયા પર ઈંધણ અને સ્પેર પાર્ટ્સની કમીથી ઠપ થઈ ગયા છે. એટલું જ નહીં ઉત્તર કોરિયામાં ચોરીની ઘટનાઓ વધી છે. તેના કારણે સ્થાનીક નાગરિક વધુ હતાશ થઈ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube