Florona case in Israel: બેકાબૂ કોરોના મહામારી વચ્ચે સામે આવ્યો વિશ્વમાં 'ફ્લોરોના'નો પહેલો કેસ

અરબ ન્યૂઝે અહેવાલ આપ્યા છે કે ઈઝરાયલમાં ફ્લોરોનાનો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. ફ્લોરોના કોવિડ 19 (Covid19) અને ઈંફ્લૂએન્જા (Influenza)થી બેવડી રીતે ચેપનો ફેલાવો કરે છે. અરબ ન્યૂઝે ઈઝરાયેલના એક અખબારના અહેવાલને ટાંકીને આ સમાચાર આપ્યા છે.

Florona case in Israel: બેકાબૂ કોરોના મહામારી વચ્ચે સામે આવ્યો વિશ્વમાં 'ફ્લોરોના'નો પહેલો કેસ

Florona case in Israel: કોરોના મહામારી હજુ પણ દુનિયાભરમાં ચિંતાનો વિષય બનેલી છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન (Omicron) વિશ્વભરની સરકારો અને સામાન્ય લોકોને ડરાવી રહ્યો છે. ખુબ જ ઝડપથી સંક્રમણ ફેલાવનાર વેરિયન્ટના કારણે ઘણા દેશામાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. કોરોના વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરતી વેક્સિન (Corona Vaccine) ઉપલબ્ધ છે, તેમ છતાં ઓમીક્રોન આ વેક્સીનને ચકમો આપી રહ્યો છે. વેક્સીન લેનાર લોકો પણ ઓમીક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે, આ તમામ અહેવાલો વચ્ચે એક ડરામણા અહેવાલ ઈઝરાયલ (Israel) થી મળી રહ્યા છે. અહીં ફ્લોરોના  (First Case of Florona) નો પહેલો કેસ સામે આવ્યો છે.

શું છે ફ્લોરોના?
અરબ ન્યૂઝે અહેવાલ આપ્યા છે કે ઈઝરાયલમાં ફ્લોરોનાનો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. ફ્લોરોના કોવિડ 19 (Covid19) અને ઈંફ્લૂએન્જા (Influenza)થી બેવડી રીતે ચેપનો ફેલાવો કરે છે. અરબ ન્યૂઝે ઈઝરાયેલના એક અખબારના અહેવાલને ટાંકીને આ સમાચાર આપ્યા છે. અખબારના જણાવ્યા અનુસાર, રુબિન મેડિકલ સેન્ટરમાં બાળકને જન્મ આપવા માટે દાખલ કરાયેલી મહિલામાં ફ્લોરોના ચેપ જોવા મળ્યો છે.

'તારક મહેતા...'ના 'જેઠાલાલ'ની પુત્રીના સફેદ વાળની ચારેબાજુ ચર્ચા, પિતાએ મૌન તોડીને આપ્યો જવાબ

નોંધનીય છે કે, ઈઝરાયેલે શુક્રવાર 31 ડિસેમ્બર 2021થી પોતાના નાગરિકોને કોરોનાની ચોથી રસી આપવાનું શરૂ કરી દીધું છે. આ રસી એવા લોકોને આપવામાં આવી રહી છે, જેઓ કોરોના વાયરસથી વધુ સંક્રમિત છે. ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા પછી ઇઝરાયેલ પહેલો દેશ છે જ્યાં નાગરિકોને ચોથી રસી આપવામાં આવી રહી છે.

નવા વર્ષે સરકારી કર્મચારીઓ પર લક્ષ્મીજીની કૃપા વરસી! DA અને એરિયર્સમાં થયો મોટો વધારો

ઈઝરાયેલ પહેલો દેશ હતો, જેણે કોરોનાની રસી લાગુ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. હવે ઈઝરાયેલ પણ પ્રથમ દેશ છે જેણે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધો માટે ચોથી રસી આપવાની શરૂઆત કરી છે. ઇઝરાયેલના શેબા મેડિકલ સેન્ટરમાં શુક્રવારે ચોથી રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news