પ્યોંગયાંગ: ઉત્તર કોરિયા(North Korea) ની સત્તાધારી વર્કર્સ પાર્ટી(WPK)ના 75માં સ્થાપના દિવસ વખતે શાસક કિમ જોંગ ઉન Kim Jong Un)એ એવો દાવો કર્યો કે તેમના દેશમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી. સૈન્ય પરેડ સંબોધન વખતે તેમણે કહ્યું કે તેઓ જનતાનો આભાર માને છે કે તેમના દેશમાં કોઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટર્સથી દાઝેલા ચીને ભારતને ધમકી આપી, આ 'મિત્ર' દેશે ડ્રેગનને આપ્યો જડબાતોડ જવાબ


કિમ જોંગે  કહ્યું કે દુનિયાના અન્ય દેશોએ પણ આ કર્તવ્ય અને આપણા સરકાર દ્વારા આ ઘાતક વાયરસ સામે લડવામાં આવેલી લડતને માનવી જોઈએ. હું આભારી છું કે નોર્થ કોરિયામાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ આયોજન અને અહીં હાજર લોકોનું સારું સ્વાસ્થ્ય જોઈને ખુશ છું. મને આભાર સિવાય બીજો કોઈ શબ્દો સૂજતો નથી. કિમ જોંગે કહ્યું કે અમારી પાર્ટી માટે અહીંના લોકોના સારા સ્વાસ્થ્યથી વધુ મહત્વપૂર્ણ કઈ નથી. 


ચીન વિરૂદ્ધ અમેરિકાની વધુ એક કાર્યવાહી, 5 મોટી કંપનીઓ પર લગાવ્યો બેન


ચીની રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા
WPKના 75માં સ્થાપના દિવસ પર કિમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી શુભેચ્છા સંદેશ પણ મળ્યો. જિનપિંગે પરેડ  ભાષણ દરમિયાન જણાવ્યું કે વર્કર્સ પાર્ટીના વિશ્વસનિય નેતૃત્વ અને  તેમની ઉપલબ્ધિઓ પર ચીન આજે 'ખુબ પ્રસન્ન' છે. ચીની રાષ્ટ્રપતિએ કિમ જોંગને મોકલેલા શુભેચ્છા સંદેશમાં લખ્યું છે કે અમે કોરિયન સાથીઓની સાથે મળીને ચીન-કોરિયા સંબંધોને વધુ મજબૂત અને વિકાસ કરવાના ઈરાદા રાખીએ છીએ. ખુશી અને ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિને સાકાર કરવા માટે સક્રિય યોગદાન આપીશું. 
(ઈનપુટ: ANI)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube