કુવૈત સિટીઃ કુવૈતના વર્તમાન શાસક શેખ સબાહ અલ અહમદ અલ સબાહનું મંગળવારે 91 વર્ષની ઉંમરે નિધન થયુ છે. જુલાઈથી કુવૈતી શેખની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. 1990ના ખાડી યુદ્ધ બાદ શેખ સબાહ અમેરિકાના નજીકના નેતા હતા. તેમના નિધન બાદ દેશની અસ્થાયી શક્તિઓ તેમના નાના ભાઈ શેખ નવાફ અલ અહમદ અલ સબાને આપવામાં આવી છે. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યુ કે, ભારતે આજે એક નિકટના મિત્ર ગુમાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019થી હતા બીમાર
શાહી પરિવારના પ્રભારી મંત્રી શેખ અલી જર્રાહ અલ-સબાહે શેખ સબાહ અલ અહમદ અલ સબાહના નિધનની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યું કે, 2019થી તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમની સારવાર કુવૈતની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. સર્જરી માટે જુલાઈમાં તેમને અમેરિકી એરફોર્સ સી-17 ગ્લોબમાસ્ટર દ્વારામિનેસોટાના મેયો ક્લિનિકમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. 


કુવૈતની વિદેશ નીતિના હતા વાસ્તુકાર
1929મા જન્મેલા શેખ સબાને આધુનિક કુવૈતની વિદેશ નીતિના વાસ્તુકારના રૂપમાં ઓળખવામા આવે છે. પ્રધાનમંત્રી બન્યા પહેલા તેમણે 1963થી 2003 વચ્ચે આશરે 0 વર્ષો સુધી વિદેશ મંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. શેખ જાબેર અલ સબાના મૃત્યુ બાદ જાન્યુઆરી 2006મા કુવૈતના અમીર બન્યા હતા. 


શેખના પિતરાઈ ભાઈ બન્યા શાસક
શેખ સબાહના નિધન બાદ તેમના પિતરાઈ ભાઈ ક્રાઉન પ્રિન્સ નવાફ અલ-અહમદ અલ-સબાહને ઈ, દેશના બંધારણ અનુસાર નવા શાસક નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ઉંમર પણ 83 વર્ષ આસપાસ છે. પ્રિન્સ નવાફ કુવૈતના મોટા રાજનેતા છે. તેમણે દાયકાઓ સુધી રક્ષા અને આંતરીક વિભાગો સહિત ઘણા ઉચ્ચ પદો સંભાળ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube