કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) માં અશરફ ગનીની સરકાર પડ્યા બાદથી દેશભરમાં તાલિબાનનું રાજ આવી ગયું છે. એકબાજુ તો તાલિબાન એવા બણગા ફૂંકી રહ્યું છે કે તે જૂની સરકાર માટે કામ કરનારા લોકોને માફ કરી દશે અને મહિલાઓને તેમના અધિકાર આપશે. ત્યારે બીજી બાજુ આ વચનો છતાં તેણે વિપક્ષી નેતાઓ અને મહિલાઓ વિરુદ્ધ ક્રુરતા ચાલુ રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાને સલીમા મઝારીને કેદ કરી
તાલિબાનની ક્રુરતાનું તાજુ ઉદાહરણ બલ્ખ પ્રાંતની એક મહિલા ગવર્નર સલીમા મઝારીને બંધક બનાવવા સંલગ્ન છે. કહેવાય છે કે તાલિબાને તેમને પોતાના વિરુદ્ધ અવાજ ઉઠાવવાના પગલે કેદ કર્યા છે. હાલ તેઓ ક્યાં છે અને કયા હાલમાં છે તેની કોઈ જાણકારી નથી. 


બંદૂક ઉઠાવીને કર્યો તાલિબાનનો સામનો
સલીમા મઝારી અફઘાનિસ્તાનના પહેલા મહિલા ગવર્નરોમાંથી એક છે. તેઓ થોડા વર્ષો પહેલા બલ્ખના ચાહત કિંત જિલ્લાના ગવર્નર ચૂંટાઈ આવ્યા હતા. ગત મહિને જ જ્યારે તાલિબાને એક પછી એક તમામ પ્રાંતો પર કબજો જમાવવાનો શરૂ કર્યો તો સલીમાએ ભાગવાની જગ્યાએ મુકાબલો કરવાનો નિર્ણય લીધો અને પકડાયા ત્યાં સુધી બંદૂક ઉઠાવીને પોતાના લોકોની રક્ષા કરી. જો કે તેમના જિલ્લાને તાલિબાને ઘેરી લીધા બાદ આખરે સરન્ડર કરવું પડ્યું. 


Afghanistan: મોત માથે તાંડવ કરી રહ્યું છે ત્યારે આ દેશના રાજદૂતે અફઘાનિસ્તાન છોડવાની ના પાડી, કારણ જાણી સલામ કરશો


Afghanistan સેના તાલિબાન સામે કેમ સરન્ડર થઈ ગઈ? 'ઘોસ્ટ સોલ્જર્સ' કારણભૂત? જાણો Inside Story


કોણ છે સલીમા મઝારી?
સલીમા મઝારી મૂળ અફઘાનિસ્તાનના છે અને તેમનો જન્મ વર્ષ 1980માં એક રેફ્યૂજી તરીકે ઈરાનમાં થયો હતો. જ્યારે તેમનો પરિવાર સોવિયત યુદ્ધથી ભાગી ગયો હતો. સલીમાનો અભ્યાસ ઈરાનમાં જ થયો છે. તેહરાન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યા બાદ સલીમા મઝારીએ માતા પિતાને છોડીને અફઘાનિસ્તાન જવાનો નિર્ણય લીધો. જો કે તે પહેલા તેમણે અનેક યુનિવર્સિટીઝ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનમાં વિભિન્ન ભૂમિકા ભજવી હતી. 2018માં તેમને ખબર પડી કે ચારકિંત જિલ્લાના ગવર્નર પદની વેકન્સી છે અને આ તેમની માતૃભૂમિ પણ હતી. આથી તેમણે આ પદ માટે અરજી કરી. ત્યારબાદ તેઓ ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube