નવી દિલ્હી: દુનિયાના નક્શા પર પાકિસ્તાનના ઉદયની સાથે મોહમ્મદ અલી ઝીણા બાદ લિયાકત અલી ખાન બીજા સૌથી કદાવર નેતા બનીને બહાર આવ્યા હતા. ત્યારે પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. માત્ર એટલું જ નહીં તેમની રાજકીય સ્થિતિનો અંદાજ આ વાતથી લગાવવામાં આવતો હતો કે પાકિસ્તાનના શરૂઆતના વર્ષોમાં તેમની પાસે આ ઉપરાંત વિદેશ, રક્ષા સહિત ઘણા વિભાગો પણ હતા. 1948માં ઝીણાના મૃત્ય બાદ તેઓ પાકિસ્તાનના સૌથી મોટા નેતા બન્યા પરંતુ જ્યારે તેઓ પાકિસ્તાનની પહેલી સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવાના હતા, તે દરમિયાન આજના જ દિવસ 16 ઓક્ટોબર, 1951ની એક રેલીમાં તેમની હત્યા કરવામાં આવી હતી. લિયાકત અલી ખાનના મૂળ ભારત સાથો જોડાયેલા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: એક દેશ આવો પણ છે જ્યાં બેઘર લોકોને રસ્તા પર રાત વિતાવવા પર લાગ્યો પ્રતિબંધ


લીયાકત અલી ખાન
1 ઓક્ટોબર, 1895ના તે સમયના પૂર્વ પંજાબના કરનાલ (અત્યારે હરિયાણા)ના એક કુલીન પરિવારમાં નવાબજાદા લિયાકત અલી ખાનનો જન્મ થયો હતો. તેમનો પરિવાર પ્રસિદ્ધ મુસ્લિમ વિચારક સર સૈયદ અહેમદ ખાનના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા. માટે તેમને ભણવા માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયૂ)માં મોકલવામાં આવ્યા હતા. ત્યાથી તેઓએ લૉ અને રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી લીધા બાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.


વાંચવા માટે ક્લિક કરો: પાકિસ્તાને દુનિયા પાસે માંગી આર્થિક મદદ, બીજી તરફ 1 રિક્ષા ડ્રાઇવર પાસેથી મળ્યા 300 કરોડ


કોંગ્રેસે આપી હતી ઓફર
1923માં વકીલાતની ડિગ્રીની સાથે બ્રિટિશ રાજ દરમિયાન હિન્દુસ્તાન પરત ફર્યા બાદ રાષ્ટ્રવાદી વિચારોની સાથે મુસ્લિમોના નવજીવન માટે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. તે દરમિયાન કોંગ્રેસે તે સમયના નેતૃત્વએ તેમને પાર્ટી સાથો જોડાવવાની ઓફર કરી હતી, પરંતુ પાર્ટીમાં જોડાવવાની જગ્યાએ મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વમાં મુસ્લિમ લીગના નેતા બન્યા હતા. 1926માં મુઝફ્ફરનગરથી પ્રાંતીય વિધાન પરિષદ માટે પંસદગી થવાની સાથે રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ઝીણાના નેતૃત્વમાં પાકિસ્તાન આંદોલનનો ભાગ બની મુસ્લિમ લીગના મોટા નેતા બની બહાર આવ્યા હતા. 1946માં જ્યારે કામચલાઉ સરકાર બની હતી ત્યારે તે સમયે તેઓ નાણાં મંત્રી બન્યા હતા. પાકિસ્તાન બન્યા બાદ તેઓ પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા.


વાંચવા માટે ક્લિક કરો: નવાઝ શરીફના પુત્રી મરિયમ અંગે આવ્યાં ચોંકાવનારા અહેવાલ, જાણો શું છે હકીકત


16 ઓક્ટોબર, 1951ને રાવલપિંડીમાં એખ જનસભા દરમિયાન સાદ અકબર બાબરાક ઉર્ફ સઇદ અકબર નામના એક હુમલાખોરે લિયાકત અલી ખાનને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીમાં સઇદ પણ ત્યાં માર્યો ગયો હતો. તેમની હત્યાનું કારણ ક્યારે પણ જાણવા મળ્યું ન હતું. સઇદના વિષયમાં કહેવાય છે કે તેઓ એક અલગતાવાદી હતા. રાવલપિંડીમાં જે જગ્યાએ લીયાકત અલી ખાનની હત્યા થઇ હતી. કહેવાય છે કે તે જગ્યા પર 2007માં બેનરજી ભૂટ્ટોની પણ હત્યા થઇ હતી.


દુનિયાના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...