કેમ લીલા પોપટથી બ્રિટનની સરકાર થઈ ગઈ લાલઘૂમ, દુનિયાપર રાજ કરનારા અંગ્રેજોને પજવી રહ્યો છે પોપટ
ધ ગ્રેટ બ્રિટનની સરકારનું એક લાંબી પૂંછડી, લાલ ચાંચ અને લીલા રંગના પોપટની પ્રજાતિ એ ટેન્શન વધારી દીધું છે. લો બોલો ! એક પોપટે આખેઆખી વિશ્વ વિજેતા (એક સમયની ) સરકાર ને મરચા લેવડાવ્યાં !
તારક વ્યાસ, અમદાવાદઃ શું ચીની સરકારની મહા ભયાનક ભૂલ જેવી જ ભુલનું પુનરાવર્તન કરવાની તૈયારી કરી રહી છે બ્રિટિશ સરકાર. આ સવાલ હાલના સમયમાં એટલાં માટે થઈ રહ્યો છેકે, કારણકે, બ્રિટનની સરકાર પોપટોનો સંપૂર્ણ નાશ કરવાની વિચારણા કરી રહી છે. શું હશે આની આફ્ટર ઈફેક્ટ્સ અને અંદાજે 68 કરોડ ચીની લોકોના મોત પાછળ કયું કારણ જવાબદાર હતું આ સવાલોનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.
પોપટ લીલોને સરકાર રાતી !
બ્રિટનના સરકારી અમલદારોએ લાંબી પૂંછડી, લાલ ચાંચ અને લીલા રંગના પોપટની પક્ષીની પ્રજાતિ ને કે જેને બ્રિટિશરો 'આકાશની ખિસકોલીઓ' કહે છે તેને શૂટ કરવાનું સિરિયસલી વિચારતા હોવાથી પોપટ ટેન્શન માં છે.પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગીય અફસરો તેમના ઇતિહાસમાં આ રિંગ-નેકડ પોપટની વસ્તી શૂટ કરવાની યોજનાઓની પ્રથમ વખત ચર્ચા કરી રહ્યા છે. 1995 થી 2015 ની વચ્ચે પેરાકીટ(પોપટ ) નંબરોમાં 1,455 ટકાનો અધધ વધારો થયો, જેમાં હાલમાં આશરે 170,000 જેટલા તેજસ્વી પક્ષીઓ યુકેમાં હોવાનું માનવામાં આવે છે. એક વાર્તા એવી છે કે આ પક્ષીઓ કે જે મૂળ આફ્રિકા અને ભારતના વતની હતા 1960ના દાયકામાં જિમ્મી હેન્ડ્રીક્સ દ્વારા બ્રિટન લાવવામાં આવ્યા હતા. જોકે યુકેમાં તેમની ઉત્પત્તિ ખરેખર 19 મી સદીની છે, જે 1855 ની શરૂઆતમાં નોંધવામાં આવી હતી. મૂળભૂત વન્યપ્રાણીસૃષ્ટિ માટે જોખમ ઉભું કરનારા આ પક્ષીઓને સમાપ્ત કરવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ પોપટોની વસ્તી સાંકડા રોડ વાળા લન્ડન માં અત્યારે સૌથી વધુ કેન્દ્રિત છે. હોમ કાઉન્ટીઓમાં, બર્મિંગહામમાં , માન્ચેસ્ટર અને ગ્લાસગો સુધીના વિસ્તારો માં આવા પોપટો બહુ મોટા ટોળામાં છે.
Handicraft: કચ્છી ભરતગૂંથણથી લઈને કશ્મીરી કારીગરી સુધી વિવિધતાથી ભરપૂર ભારતનું ભરતકામ
પ્રોબ્લેમેટિક પોપટ
2014 માં કેન્ટ યુનિવર્સિટી ના ધૂરંધરોએ એવી ચેતવણી આપી કે આ પોપટ એક આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સમસ્યા છે કારણ કે તે વૈશ્વિક જૈવવિવિધતાના નુકસાનનું મુખ્ય કારણ છે. બોલો પોપટથી આવું પણ થાય છે દુનિયામાં . આ પોપટ ત્યાંના બધાંજ મૂળ પક્ષીઓ સામે હરીફાઈ કરે છે. તેઓ બગીચામાં મુકવામાં આવેલા બર્ડ ફીડર એટલે કે પક્ષીઓના ચણ માટે રાખવામાં આવેલા યુનિટો માંથી સૌથી વધુ ચણ પણ ઝાપટી જાય છે. જો તેમની સંખ્યાને કંટ્રોલ કરવામાં નહિ આવે તો બીજા પક્ષીઓ ધરણા પર બેસી જશે. અધિકારીઓને નવા વિસ્તારોમાં સેટલ થયા પહેલાજ પક્ષીઓને પતાવી દેવાનું વિચારી રહ્યા છે. 2009 માં જમીનના માલિકોને પોપટોને ગોળીબાર અને ઝેર આપવાનો અધિકાર સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. 2017 થી 2019 ની વચ્ચે, લંડનના રિચમંડ પાર્ક ખાતેના રમતરક્ષકોએ 117 લીલા પક્ષીઓને મારી નાખ્યા હતા. રોયલ સોસાયટી ફોર પ્રોટેકશન ઓફ બિર્ડસ ના પ્રવક્તા ના કેહવા મુજબ તો હાલમાં પોપટ ને મારવાની તરફેણ માં નથી પરંતુ જેમ જેમ ગરમી ની મૌસમ આવશે તેમ આ પોપટો તેઓ વધુ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય શકે તેવી સંભાવના છે. જે ત્યાંના મૂળ વતની પક્ષીઓ માટે મોટી સમસ્યા ઉભી કરી શકે તેમ છે.
પોપટ અને જિમી હેન્ડ્રીક્સ - જોર્જ માઈકલ અને સિનેમા
એવો દાવો કરવામાં આવ્યો છે કે જીમી હેન્ડ્રિક્સે આ પેરાકીટની પહેલી જોડી લન્ડન માં છોડી હતી. જેનું નામ 'એડમ' અને 'ઇવ' હતું. બીજા દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જોર્જ માઈકલના ઘરમાં ચોરોએ પ્રાઇવેટ પક્ષી કલેકશનમાં એન્ટ્રી કરી ને આ પોપટ ઉડી ગયાં. તો કોઈ એવું પણ કહેછે કે પ્રથમ પોપટ એક સિનેમા ' આફ્રિકન ક્વીન ' ના સેટ પર થી ઉડી ગયા હતા. પરંતુ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પક્ષીઓ બ્રિટનમાં 1855 ની સાલમાં નોર્ફોકમાં નોંધાયા હતા.
PHOTOS: નખ જેટલાં નાના આ અનોખા પ્રાણીઓ તમે ક્યારેય નહીં જોયા હોય, પૃથ્વી પરના આ પ્રાણીઓને જોઈને રહી જશો દંગ
પોપટનો અભ્યાસ
લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી દ્વારા અધ્યયન કરનારા ડો સ્ટીવન લે કોમ્બરએ કહ્યું કે ' પોપટોનું મૂળ ક્યાંથી,કેવીરીતે , શામાટે આવા બધાંજ પ્રશ્નો અને તેની રમૂજ હજુ ઘણા સમય સુધી લન્ડન માં રહેશે. એટલે કે કોરોના થી પણ વધુ. અમારા સંશોધનમાં મોટાભાગ ના પક્ષીવિદ્દ ની માન્યતાઓ ને સમર્થન આપતા પુરાવા માત્ર મળ્યા છે. યુકેમાં પેરાકીટ્સનો ફેલાવો એ વારંવાર છોડી દેવામાં આવવું અને તેમની સંખ્યા આટલી વધવી તે પણ એક કારણ માનવામાં આવે છે.
ક્યાંક રમકડાંનું વિમાન તો ક્યાં ભગવાનને ચઢાવાય છે ઘડિયાળ, જાણો આવા જ અનોખા TOP-10 મંદિરો વિશે
ચીનમાં ચકલીઓની ક્રૂર હત્યાઓ
1958 માં માઓ ઝેડોંગે બધી સ્પેરો એટલેકે ચકલીઓને મારી નાખવાનો આદેશ આપ્યો કારણ કે તેઓ માનતા હતા કે ચકલીઓ ખૂબ અનાજ ખાતી હતી. આનાથી માનવીય ઇતિહાસમાં સૌથી ખરાબ પર્યાવરણીય આફતો સર્જાઇ છે. પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાના નેતા માઓ ઝેડોંગ માનતા કે ચીનના લોકોના આર્થિક વિકાસની દિશામાં નાની ચકલી મોટી અડચણ હતી. આગામી ત્રણ વર્ષ દરમિયાન ચીનમાં આર્થિક ગેરવહીવટ, પર્યાવરણીય દુર્ઘટના અને રાજ્યના આતંકને કારણે 45 મિલિયન લોકો દુષ્કાળમાં મરી ગયા. માઓ ઝેડોંગે ચાઇનામાં આધુનિકીકરણ અને જીવન સુધારવાના પ્રયાસમાં ઘણા મોટા અભિયાનો હાથ ધર્યા. ફોર પેસ્ટ્સ અભિયાન એ આ ડ્રાઇવ્સમાંથી એક હતું. 1958 અને 1962 ની વચ્ચે ગ્રેટ લીપ ફોરવર્ડનો એક ભાગ પણ હતું. આ ચકલીઓને મારી નાખવી એ પણ આ અભિયાનનો એક ભાગ હતું. લોકોને પાસે એવું કરાવવામાં આવ્યું હતું કે ચકલીઓને ડરાવવા માટે તેઓ જોરથી ઢોલ અને બીજા વાદ્યો વગાડતા રહે. આનાથી થાક ખાવા બેસી શકતી નહોતી અને પરિણામે થાકી ને મરણ પામતી. ચીની લોકોએ માળાઓ ઉજાળી દીધા અને ચકલીઓ ને ગોળી મારી મારી નાખતા હતા. પરિણામે આ ચકલીઓ લુપ્ત થવા પામી.
માનવીય ઇતિહાસની સૌથી મોટી જાનહાની
આ ચીનના ચકલી સંહારથી આવતા વર્ષે મહા મુશ્કેલી ઉભી થઇ, કારણ પાકના ખેતરોમાં જંતુનો ઉપદ્રવ વધી ગયો. આ ચકલી તીડ જેવા જંતુ અને જીવતો ખાતી હતી અને જેને કારણે આવા જીવ જંતુઓ ની સંખ્યા નિયંત્રણ માં રહેતી હતી. હવે આ નિયંત્રણ ની ગેરહાજરી ને પરિણામે તીડ જેવા જંતુઓનો ઉપદ્રવ બેફામ થયો અને ખેતરો ના ખેતરો સાફ થવા માંડ્યા. ચીનના લોકો-સરકાર ને ખ્યાલ નહતો કે ચકલી માત્ર દાણા નહિ પણ જીવ જંતુઓ પણ ખાતી હતી. તીડ ની બેફામ વસ્તીએ રસ્તામાં જે આવ્યું તે સાફ કરી દીધુ જેના પરિણામ સ્વરૂપ મહાભયાનક દુકાળ નો પ્રારંભ થયો. ચીનની સરકાર તરફથી સત્તાવાર રીતે જાનહાનિની સંખ્યા 15 કરોડ હતી. કેટલાક વિદ્વાનો દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ મોત 45 અથવા તો 78 કરોડ જેટલી હતી. એવું પણ લખાયું છે કે લોકોએ તેમનાજ બાળકોને મારી ને ખાઈ ગયા, અને બાળકોએ તેમનાજ માં-બાપ ને ખાધા. આ બધું હોલિવૂડ ની એક ઝોમ્બી મૂવી જેવું હતું. કદાચ માઓ ઝેડોંગ પ્રકૃતિ પર વિજય મેળવવા ઇચ્છતા હતા. જો કે, તેમની નીતિઓથી દુષ્કાળ થયો, જેમાં લાખો લોકો જીવ ગુમાવ્યા. અંતમાં 1959 નું આવારા ફિલ્મ ના એક અદભૂત ગીત ની લાઈન યાદ આવી ગઈ ' સમાજને વાલે સમજ ગયે ના સમજે વોહ અનાડી હૈં '
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube