Death Anniversary ના દિવસે Mahatma Gandhi નું અપમાન, USમાં તોડવામાં આવી મૂર્તિ
સેન્ટ્રલ પાર્કમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિના ઘૂંટણ પર પ્રહાર કરીને તેને તોડી દેવામાં આવી છે. મહાત્મા ગાંધીની મૂર્તિના ચહેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મૂર્તિનો અડધો ચહેરો ગાયબ છે.
વોશિંગ્ટન: રાષ્ટ્રાપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે (Death Anniversary of Mahatma Gandhi) અમેરિકાના કેલિફોર્નિયાથી બાપૂના અપમાનના સમાચાર આવી રહ્યા છે. અહીં એક પાર્કમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિને કેટલાક અસામાજિક તત્વોએ તોડી દીધી છે. આ ઘટના પર અમેરિકામાં રહેતા ભારતીય-અમેરિકી લોકોએ નારાજગી વ્યક્તિ કરી છે.
બાપૂના અપમાન પર ભારતીય મૂળના લોકોએ વ્યક્ત કરી આપત્તિ
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં અમેરિકામાં ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. ભારતીય-અમેરિકી લોકોએ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ઘટાને વંશીય ધૃણા ગણાવી છે. તેમણે પોલીસ અધિકારીઓ પાસે માફી માંગી છે કે આ મામલાની તપાસ વંશીય ધૃણા તરીકે કરવામાં આવે.
ગાંધીજી પુણ્યતિથિ વિશેષ : શું તમને ખબર છે! અનેકવાર ગાંધીજી થયા હતા હુમલા-હત્યાના પ્રયાસ
મહાત્મા ગાંધીની મૂર્તિને તોડવામાં આવી
અમેરિકા (US) ના એક સ્થાનિક સમાચાર પત્ર અનુસાર ઉત્તરી કેલિફોર્નિયાના ડેવિસમાં સ્થિત સેન્ટ્રલ પાર્કમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિના ઘૂંટણ પર પ્રહાર કરીને તેને તોડી દેવામાં આવી છે. મહાત્મા ગાંધીની મૂર્તિના ચહેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મૂર્તિનો અડધો ચહેરો ગાયબ છે. બાપૂની આ મૂર્તિ છ ફૂટ ઉંચી છે. તેનું વજન 294 કિલોગ્રામ છે.
ડેવિસ પોલીસના અનુસાર બાપૂની ક્ષતિગ્રસ્ત મૂર્તિને સૌથી પહેલાં 27 જાન્યુઆરીના રોજ સવારે સેંટ્રલ પાર્કના એક કર્મચારીએ જોયું હતું. ક્ષતિગ્રસ્ત મૂર્તિને હવે હટાવીને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવી રહી છે. પોલીસે અત્યારે બાપૂની મૂર્તિ તોડનાર અજાણ્યા લોકોને શોધી રહી છે અને તેની પાછળનું કારણ તોડવાનો પ્રયત્ન કરી રહી છે.
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીમાં 3759 રૂપિયાનો ઉછાળો, જાણો સોનાનો ભાવ
ડેવિસ શહેરમાં 4 વર્ષ પહેલાં લાગી હતી બાપૂની મૂર્તિ
તમને જણાવી દઇએ કે મહાત્મા ગાંધીની આ મૂર્તિને ભારત સરકારે ડેવિસ શહેરને આપી હતી. આજથી 4 વર્ષ પહેલાં તેને ડેવિસ શહેરના સેંટ્રલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી. તે દરમિયાન આ વિસ્તારમાં મહાત્મા ગાંધી વિરોધી અને ભારત વિરોધી સંગઠનોના પ્રદર્શન ચાલી રહ્યા હતા.
ડેવિસ પોલીસ વિભાગના ઉપ પ્રમુખ પોલ ડોરોશોવએ જણાવ્યું કે ડેવિસમાં રહેનાર કેટલાક લોકો માટે મહાત્મા ગાંધી સાંસ્કૃતિ આઇકન છે અને તેને જોતાં અમે આ મુદ્દાને એકદમ ગંભીરતાથી લઇ રહ્યા છીએ.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube