Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીમાં 3759 રૂપિયાનો ઉછાળો, જાણો સોનાનો ભાવ
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે.
Trending Photos
નવી દિલ્હી: શુક્રવારે સોના-ચાંદીમાં ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દેશભરના સર્રાફા બજારમાં શુક્રવારે સોનાના રેટમાં ભારે તેજી જોવા મળી અને ચાંદીના ભાવમાં મોટો ઉછળો જોવા મળ્યો હતો. સર્રાફા બજારમાં શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ ગુરૂવારના મુકાબલે ફક્ત 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર 49074 રૂપિયા પર ખુલ્યો અને 407 રૂપિયા ચઢીને 49393 રૂપિયા પર બંધ થયો. જ્યારે ચાંદીમાં સાંજ સુધી ઉછાળો 2370 રૂપિયા પ્રતિ કિલોથી વધી 3759 રૂપિયા થઇ ગયો અને આ 69726 પર બંધ થયો. તમને જણાવી દઇએ કે ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્રારા જાહેર કરવામાં આવેલા આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500 થી 1000 રૂપિયાનો ફરક હોઇ શકે છે.
દિલ્હી સર્રાફા બજારમાં ચાંદીમાં 2915 રૂપિયાનો ઉછાળો
દિલ્હી સર્રાફા બજારમાં શુક્રવારે સોનું 132 રૂપિયાની તેજી સાથે 48,376 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો. એચડીએફસી સિક્યોરિટીઝએ આ જાણકારી આપી છે. ગત કારોબારી સત્રમાં સોનું 48,244 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ 2915 રૂપિયાના ઉછાળા સાથે 68,410 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) તપન પટેલએ કહ્યું 'કેન્દ્રીય બજેટ પહેલાં દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 132 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તેજી રહી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,844.35 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો જ્યારે ચાંદીનો ભાવ 26.35 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ અપરિવર્તિત રહ્યો.
2020માં 28 ટકા મોંઘું થયું સોનું
ગત વર્ષ સોના માટે ખૂબ જ શાનદાર (Gold Price in 2020) સાબિત થયું છે. ગત વર્ષે સોનાની કિંમત લગભગ 28 ટકા વધી હતી. ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો અને પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલને ટચ કરી લીધું હતું. એટલું જ નહી કે ફક્ત ભારતમાં જ સોનાના ભાવ વધ્યા હતા. પરંતુ વૈશ્વિક સ્તરે પણ સોનું લગભગ 23 ટકા મોંઘું થયું હતું. આ પહેલાં 2019માં પણ સોનાના ભાવમાં વધારાનો દર ડબલ ડિજિટમાં હતો.
2021માં 63 હજાર સુધી પહોંચી શકે છે સોનું
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે. અત્યારે સોનું 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેંડ કરી રહ્યું છે, પરંતુ આ વર્ષે સોનામાં શાનદાર તેજી આવવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે સોના માટે 2021 સારું રહેશે અને સોનું તમામ રેકોર્ડ તોડતાં 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી શકે છે.
એટલે કે તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારી તક નહી મળે. HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે સોનામાં 2021 સુધી શાનદાર તેજી રહેશે. ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની ચિંતાઓને જોતાં 2021માં સોના માટે કોમેક્સ પર ટાર્ગેટ 2150 ડોલર અને 2390 ડોલર પ્રતિ ઔંસ છે. તો બીજી તરફ ભારતમાં MCX પર સોનાનો ટાર્ગેટ 57 હજાર રૂપિયા અને 63 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે