આ દેશમાં ભારત વિરોધી પ્રદર્શન હવે ગુનો ગણાશે, સરકાર કરશે આ કડક સજા
હાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો ઈન્ડિયા આઉટ (India Out) ની ટીશર્ટ પહેરીને ભારત સરકાર વિરુદ્ધ વિરોધ જતાવતા જોવા મળ્યા છે.
માલે: માલદીવમાં ભારત વિરોધી પ્રદર્શન કરવા પર ભારે કિંમત ચૂકવવી પડશે. સત્તાધારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) એક એવું બિલ લઈને આવી રહી છે જે કાયદામાં ફેરવાતા જભારત વિરુદ્ધ નારેબાજી અને પ્રદર્શન અપરાધ બની જશે. અત્રે જણાવવાનું કે હાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલદીવના લોકો ઈન્ડિયા આઉટ (India Out) ની ટીશર્ટ પહેરીને ભારત સરકાર વિરુદ્ધ વિરોધ જતાવતા જોવા મળ્યા છે. MDP નું માનવું છે કે આ પ્રકારના પ્રદર્શનોથી દ્વિપક્ષીય સંબંધ પ્રભાવિત થાય છે. આથી તેના પર રોક લગાવવી જોઈએ.
પૂર્વ રાષ્ટ્રપતિ ચલાવી રહ્યા છે અભિયાન
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ માલદીવમાં ચીન સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન(Abdulla Yameen) તરફથી ભારત વિરુદ્ધ ઈન્ડિયા આઉટનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના અભિયાનોને ગેરકાયદેસર જાહેર કરવા માટે સરકાર નવું બિલ લાવવા પર વિચાર કરી રહી છે. જેનો હેતુ એક સંતુલિત વિદેશ નીતિને અપનાવવાનો છે. જે બાકી દેશો સાથે તેના સંબંધોને મજબૂત બનાવવામાં અસરકારક સિદ્ધ થશે.
આ ખેલાડીની મોડલ પત્ની મ્યૂઝિક કોન્સર્ટની મજા માણતી હતી અને અચાનક માથામાં ગોળી વાગી
આવી સજાની જોગવાઈ
નવા બિલ હેઠળ ભારત વિરોધી નારા લગાવનારાઓ પાસેથી 20,000 માલદીવિયન રૂફિયાનો દંડ વસૂલવામાં આવશે. આ સાથે જ 6 મહિનાની જેલ કે પછી એક વર્ષ માટે નજરકેદની પણ જોગવાઈ છે. MDP ના એક નેતાએ કહ્યું કે 87 સભ્યોવાળી સંસદમાં આપણી પાસે સ્પષ્ટ બહુમત છે. આથી તેનાથી કોઈ ફરક પડતો નથી કે કોણ બિલનો વિરોધ કરી રહ્યું છે. અમને લાગે છે કે આ પ્રકારે કઠોર કાયદા બનાવવાની જરૂર છે. કારણ કે અમારી અને ભારતની સુરક્ષા પરસ્પર સંકળાયેલી છે.
સોશિયલ મીડિયા પર આ પોર્નસ્ટારના મોતની અફવા ઉડતા જ ચાહકો આઘાતમાં સરી પડ્યા, જાણો શું છે મામલો
Bill ના વિરોધમાં ઉઠ્યો અવાજ
જો કે આ બિલના વિરોધમાં પણ અવાજ ઉઠી રહ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે આ વિરોધ લોકશાહી અધિકારોનું હનન છે. અત્રે જણાવવાનું કે જેલમાંથી છૂટ્યા બાદ અબ્દુલ્લા યામીનના ઈન્ડિયા આઉટ કેમ્પેઈનમાં તેજી જોવા મળી છે. યામીને ભારત પર દેશના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ અને માલદીવની હાલની સરકાર પર ભારત સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે માલદીવમાં ભારતીય સેના અને ભારત સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયા છે. આવો જ વિરોધ વર્ષ 2012માં થયો હતો. ત્યારબાદ ભારતીય એરપોર્ટ ઓપરેટર જીએમઆરે તે વર્ષે માલદીવ છોડીને ભારત પાછા ફરવું પડ્યું હતું.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube