સૈન ફ્રાન્સિસ્કોઃ અમેરિકામાં એક વ્યક્તિનો જીવ એપલ વોચને કારણે બની ગયો છે. મીડિયા રિપોર્ટ પ્રમામે જ્યારે તે પડવા લાગ્યો તો તેની એપલ વોચે ડિડેક્ટ કરી ઇમરજન્સી સર્વિસ પર ઓટોમેટિક કોલ લગાવી દીધો, જેના કારણે તેનો જીવ બચી ગયો છે. Apple વોચે પહેલા પણ ઘણા લોકોના જીવ બચાવ્યા છે અને લોકોને સમસ્યામાંથી બહાર કાઢ્યા છે. જેનાથી એપલ વોચ યૂઝર્સ અજાણ્યા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપલ વોચે આ રીતે બચાવ્યો જીવ
AppleInsider ના રિપોર્ટ અનુસાર એક વ્યક્તિને સમરફીલ્ડ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બચાવી લેવાયો, તેને ખ્યાલ નહતો કે તેની વોચ એક ઇમરજન્સી મેસેજ પણ મોકલી શકે છે. 


આ પણ વાંચોઃ નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા


ફાયર ડિપાર્ટમેન્ટ ઘટનાસ્થળે પહોંચ્યુ
78 વર્ષીય માઇક યાગરે ફોક્સ ન્યૂઝને જણાવ્યુ- જ્યારે મારી પાસે બચાવનારા પહોંચ્યા તો સૌથી પહેલા મેં તેમને પૂછ્યુ કે તમને લોકોને આ વિશે કેમ જાણકારી મળી? ને તેમણે કહ્યું કે, તમારી વોચે સંદેશ મોકલ્યો છે. 


ઓટોમેટિક લાગી ગયો કોલ
કથિત રીતે માઇક યાગર પોતાના ડ્રાઇવ વેમાં ખરાબ રીતે ફસાયો, તેનું નાક તૂટી ગયું. જ્યારે તેણે પોતાની એપલ વોચને જવાબ ન આપ્યો તો વોચે ઓટોમેટિકલી 911 પર કોલ કરી દીધો. આ કારણે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube