Arctic સાગરમાં લાગ્યો લાંબો `જામ`, 30 સેંટીમીટર જાડા બરફમાં ફસાયા 24 જહાજ
આર્ટટિક સમુદ્ર (Arctic Sea) દ્રારા યૂરોપ અને એશિયા સુધી પહોંચવાનું સપનું જોનાર રશિયા (Russia) ના પ્રયત્નોને હાલ મોટો આંચકો લાગ્યો છે. માસ્કો ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર રશિયાના સમુદ્રી તટની નજીક સમય પહેલાં હવામાન બગડતાં 24 જહાજ સમુદ્રી બરફમાં ફસાઇ ગયા છે.
નવી દિલ્હી: આર્ટટિક સમુદ્ર (Arctic Sea) દ્રારા યૂરોપ અને એશિયા સુધી પહોંચવાનું સપનું જોનાર રશિયા (Russia) ના પ્રયત્નોને હાલ મોટો આંચકો લાગ્યો છે. માસ્કો ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર રશિયાના સમુદ્રી તટની નજીક સમય પહેલાં હવામાન બગડતાં 24 જહાજ સમુદ્રી બરફમાં ફસાઇ ગયા છે. રાહત અને બચાવના ઘણા પ્રયત્નો છતાં આ સમુદ્રી રૂટ પર ભીષણ જામ લાગ્યો છે.
નાર્દન સી રૂટ બંધ
હવામાન વૈજ્ઞાનિકના અનુમાનથી પહેલાં ભારે હિમવર્ષાના લીધે આટલી મોટી સંખ્યામાં જહાજ ફસાતા આખો નાર્દન સી રૂટ બંધ થઇ ગયો છે. જ્યારબાદ રસ્તો સ્પષ્ટ કરવા માટે માસ્કો તરફથી બરફ હટાવનાર બે આઇસર બ્રેકર જહાજોની સાથે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. ઘટનાસ્થળે જહાજોને મૂવ કરાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઇએ કે રશિયાએ આ નાર્દન સી રૂટના રસ્તાને ખોલવા માટે મોટી રકમ ખર્ચ કરી છે.
Taimur Ali Khan બેંક લૂંટીને બધા પૈસા ચોરી કરવા માંગતો હતો, સૈફએ કર્યો ખુલાસો
પૂર્વાનુમાન પર ઉઠ્યા સવાલો
રશિયા ન્યૂઝ એજન્સી તાસના અનુસાર હવામાન (Weather) નું યોગ્ય અનુમાન લગાવી ન શકતાં આર્કટિકમાં જામ લાગ્યો. જોકે રશિયાના અધિકારીઓએ પહેલાં કહ્યું હતું કે આ રૂટ નવેમ્બર મહિના સુધી સામાન્ય રહેશે. તેનું કારણ એ હતું કે ગ્લોબલ વોર્મિંગના લીધે ગત કેટલાક વર્ષોમાં આ જામનાર બરફ ખૂબ મોડા જામી રહ્યો હતો.
આ વખતે નાર્દન સીનો બિઝનેસ જોનાર સરકારી અધિકારી અને સંચાલક ઓક્ટોબરના અંતમાં જ લાપટેવ સાગર અને પૂર્વી સાઇબેરિયન સીમાં બરફ જામવાની શરૂઆતથી હૈરાન થઇ ગયા છે.
રશિયાનો માસ્ટર સ્ટ્રોક
મોસ્કો તરફથી સ્થિતિ સંભાળવાનો દરેક સંભવ પ્રયત્ન થઇ રહ્યો છે. રશિયા હવે પોતાના બે પરમાણું ઉર્જાથી ચાલનાર જહાજોને મોકલી રહ્યા છે જે લગભગ 11 ઇંચ જાડો બરફ તોડતાં જહાજોને નિકાળવા માટે રસ્તો બનાવશે. ત્યારબાદ પણ આ વાતનો ખતરો મંડરાઇ રહ્યો છે કે અહીં ફસાયેલા કેટલાક જહાજ આગામી મહિનાઓ સુધી ફસાયેલા રહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube