Taimur Ali Khan બેંક લૂંટીને બધા પૈસા ચોરી કરવા માંગતો હતો, સૈફએ કર્યો ખુલાસો

બોલીવુડના પાવર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર અલી ખાન  (Taimur Ali Khan) લોકોના ફેવરેટ સ્ટાર કિડ છે. તે મોટાભાગે પોતાની ક્યૂટનેસના લીધે પ્રશંસા મેળવતો રહે છે.

Taimur Ali Khan બેંક લૂંટીને બધા પૈસા ચોરી કરવા માંગતો હતો, સૈફએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: બોલીવુડના પાવર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર અલી ખાન  (Taimur Ali Khan) લોકોના ફેવરેટ સ્ટાર કિડ છે. તે મોટાભાગે પોતાની ક્યૂટનેસના લીધે પ્રશંસા મેળવતો રહે છે. પરંતુ અમે તમને આજે તેમના વિશે એક એવી વાત જણાવવા જઇ રહ્યા છીએ તેને જાણીને તમને વિશ્વાસ નહી થાય. જી હાં! તૈમૂર બેંક લૂંટવા અને બધાની પૈસા ચોરી કરવાનો વાત કરતો હતો. સૈફે આ વાતો રાની મુખર્જી સાથે વાતચીત દરમિયાન જણાવી. 

બેડ બોય બનવા માંગતો હતો તૈમૂર!
તૈમૂરના પિતા સૈફ અલી ખાને તેમને લઇને કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. સૈફે જણાવ્યું કે જ્યારે તૈમૂરે તેમની ફિલ્મના કેટલાક સીન્સ જોયા તો તે નકલી તલવાર લઇને ઘરમાં બધાની પાછળ દોડતો હતો. જ્યારે સૈફ તેમને સમજાવતા હતા કે આ ફિલ્મનો ગુડ બોય છે અને આ બેડ બોય. તો તે કહેતો હતો કે મારે બેડ બોય બનવું છે. રાની તેમની વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે, તેના માટે અત્યારે આજ કરવું બેસ્ટ છે. 

હસતા હસતા લોથપોથ થઇ રાની
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાને યશ રાજ ફિલ્મ્સના યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવેલા એક વીડિયોમાં વાતચીત દરમિયાન રાની મુખર્જી (Rani Mukherji) એ સૈફ અલી ખાન (Saif Ali Khan) એ પૂછ્યું  'તમને યાદ હશે કે કિસિંગ સીનને કરતાં પહેલાં અમે કેટલા ડરેલા હતા. જેના જવાબમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) એ કહ્યું કે 'મને યાદ છે કે તે શોટને લઇને તમે (રાની મુખર્જી) કેટલા ડરેલા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news