Bangladesh: ઢાકાની જ્યૂસ ફેક્ટરીમાં 52 લોકો જીવતા ભૂંજાયા, ઈમારતનો મુખ્ય દરવાજો બંધ હોવાનો આરોપ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક જ્યૂસ ફેક્ટરીના કારખાનામાં લાગેલી આગમાં 52 લોકોના દર્દનાક મોત થઈ ગયા. અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા.
ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક જ્યૂસ ફેક્ટરીના કારખાનામાં લાગેલી આગમાં 52 લોકોના દર્દનાક મોત થઈ ગયા. અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આ દુર્ઘટનામાં બચેલા અનેક લોકોએ અકસ્માત માટે ગેરકાયદેસર રીતે બંધ કારખાનાના મુખ્ય દરવાજાને જવાબદાર ગણ્યો. રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ અને પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ અકસ્માતમાં જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
ફાયરના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગુરુવારે સાંજે નારાયણગંજના રૂપગંજ વિસ્તારમાં એક કારખાનામાં આગ લાગી. પડોશના લોકોએ જણાવ્યું કે કારખાનામાં કામ કરનારા મોટાભાગના મજૂરો કિશોર હતા.
જિલ્લા પ્રશાસનના એક અધિકારીએ કહ્યું કે અકસ્માતમાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે. પરંતુ આશંકા છે કે હજુ અનેક મૃતદેહો અંદર છે અને સર્ચ અભિયાન ચાલુ છે. ફાયરના અધિકારીએ કહ્યું કે બિલ્ડિંગમાંથી 49 મૃતદેહો મળ્યા જ્યારે અન્યના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયા. અનેક ઘાયલો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ટબુકડી ગાય પાસે બકરી પણ દેખાય છે વિશાળ, રાતો રાત સ્ટાર બની ગયેલી 'રાની'ના જુઓ PHOTOS
જીવિત બચેલા લોકો અને તેમના સંબંધીઓએ આરોપ લગાવ્યો કે કારખાનામાં પ્રવેશ કરવા માટે અને બહાર જવા માટેનો ગેટ અંદરથી બંધ હતો. શ્રમિકોના જણાવ્યાં મુજબ ઈમારતમાં ફાયર સિફ્ટીના યોગ્ય ઉપાયો ન હતા.
નારાયણગંજ અને રાજધાની ઢાકામાં મોટી સંખ્યામાં લોકોને સ્વાસ્થ્ય કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા. અધિકારીઓએ શરૂઆતમાં તો ફક્ત 3 મોતની જ જાણકારી આપી હતી. પરંતુ જ્યારે ફાયરના કર્મીઓએ ફેક્ટરીના ઉપરના માળમાં ફસાયેલા અનેક શ્રમિકોના મૃતદેહો કાઢવાના શરૂ કર્યા તો મૃતકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો.
Hell: આ વ્યક્તિનો દાવો, 23 મિનિટના Death સમયમાં જોયું નરક, ચારેબાજુ આગ, લોકો સળગી રહ્યા હતા
આગ લાગવાના કારણો, કારખાનામાં અંદર કેટલા લોકો હતા અને કેટલા ગૂમ થયા, તેનું વિવરણ હજુ મળી શક્યું નથી. જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસ માટે સાત સભ્યોની તપાસ સમિતિ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube