આ ટબુકડી ગાય પાસે બકરી પણ દેખાય છે વિશાળ, રાતો રાત સ્ટાર બની ગયેલી 'રાની'ના જુઓ PHOTOS
માત્ર 26 ઈંચની ઊંચાઈ ધરાવતી આ ગાયને જોવા માટે હજારો લોકો બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે આવેલા એક ગામમાં પહોંચી રહ્યા છે.
નવી દિલ્હી: Viral dwarf cow in bangladesh: બાંગ્લાદેશમાં હાલ એક ગાય ખુબ ચર્ચામાં છે. લોકોનું કહેવું છે કે આ ગાય બાળકોનું કોઈ રમકડું હોય તેવી દેખાય છે. માત્ર 26 ઈંચની ઊંચાઈ ધરાવતી આ ગાયને જોવા માટે હજારો લોકો બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે આવેલા એક ગામમાં પહોંચી રહ્યા છે. લોકો તરફથી લેવાતી તસવીરોના કારણે ઈન્ટરનેટ પર આ ગાય પ્રસિદ્ધિ પામી રહી છે.
બાંગ્લાદેશમાં દુનિયાની સૌથી નાની ગાય મળી છે. લોકડાઉન વચ્ચે માત્ર 26 ઈંચની ઊંચાઈ ધરાવતી આ રાની નામની ગાયને જોવા માટે હજારો લોકો ઢાકા પહોંચી રહ્યા છે. ગાયના માલિકનો દાવો છે કે તે દુનિયાની સૌથી નાની ગાય છે. રાજધાની ઢાકાની પાસે એક ફાર્મમાં રહેતી આ 23 મહિનાની ગાય રાતોરાત બાંગ્લાદેશ મીડિયામાં સ્ટાર બની ગઈ છે.
રાની નામની આ ગાયની મોઢાથી લઈને પૂંછડી સુધીની કુલ લંબાઈ માત્ર 26 ઈંચ છે. 23 મહિનાની ગાય હોવા છતાં રાનીનું વજન ફક્ત 26 કિલોગ્રામ છે. તેના માલિકે કહ્યું કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી નાની ગાયથી રાની ચાર ઈંચ નાની છે. જો કે હજુ સુધી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી રાનીને છોટી ગાયનું બિરૂદ મળ્યું નથી.
બાંગ્લાદેશમાં વધી રહેલા કોરોનાના જોખમ વચ્ચે સરકારે લોકડાઉન લાગૂ કરેલું છે. આમ છતાં લોકો ઢાકાથી 30 કિમી દૂર ચારીગ્રામમાં સ્થિત આ ફાર્મમાં રાનીને જોવા પહોંચે છે. રાનીને જોનારી એક મહિલાએ જણાવ્યું કે મે મારા જીવનમાં આવું કઈ પહેલીવાર જોયું છે. અત્યાર સુધીમાં દુનિયાની સૌથી નાની ગાયનો રેકોર્ડ ભારતની કેરળ રાજ્યની માણિક્યમ નામની ગાયના નામે છે. જો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ રાનીની લંબાઈને માન્યતા આપે તો તે દુનિયાની સૌથી નાની ગાય બની જશે.
ગાયના માલિકે કહ્યું કે તેને પોતાની સૂચિમાં એડ કરવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સને 3 મહિના જેટલો સમય લાગશે. આ ગાયનું પાલન પોષણ કરતા શિકાર એગ્રો ફાર્મે નૌગાંવના એક ફાર્મમાં પેદા થયા બાદ આ ગાયને ખરીદી હતી. ફાર્મના મેનેજરે કહ્યું કે કોરોના લોકડાઉન હોવા છતાં લોકો દૂર દૂરથી આ ગાયને જોવા આવી રહ્યા છે.
ગાયના માલિકે કહ્યું કે તેને પોતાની સૂચિમાં એડ કરવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સને 3 મહિના જેટલો સમય લાગશે. આ ગાયનું પાલન પોષણ કરતા શિકાર એગ્રો ફાર્મે નૌગાંવના એક ફાર્મમાં પેદા થયા બાદ આ ગાયને ખરીદી હતી. ફાર્મના મેનેજરે કહ્યું કે કોરોના લોકડાઉન હોવા છતાં લોકો દૂર દૂરથી આ ગાયને જોવા આવી રહ્યા છે.
લોકો અહીં પહોંચીને રાની સાથે સેલ્ફી લે છે. કહેવાય છે કે અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકો રાનીને જોવા માટે પહોંચ્યા છે. આ ગાય એટલી ટબુકડી છે કે બકરી પણ તેની આગળ વિશાળ લાગે છે.
Trending Photos