ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ તો ઓછામાં ઓછું એ સમજવું જોઈએ કે તેમની દરેક કરતૂત એક ઉદાહરણ બની જતી હોય છે. જે લોકો માટે પ્રેરણા પણ બને છે. લોકોના પ્રતિનિધિ બનીને ચૂંટાઈને આવતા લોકોએ તો તેનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ અનેક એવા નેતાઓ છે જે પોતાની આદતોથી બાજ આવતા નથી. આવા જ એક નેતાની હાલમાં જ કહાની સામે આવી છે જે નાઈટ ક્લબમાં કપડાં ઉતારીને ડાન્સ કરતા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના કોલંબિયાની છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાનો વીડિયો જ્યારથી સોશિયલ મીડિયામાં સામે આવ્યો ત્યારથી ઘટના પર હંગામો મચી ગયો છે. મળતી માહિતી મુજબ અહીં સ્થિત કેલીમા નગરપાલીકાના મેયરલ માર્ટિન અલ્ફોન્સો મેજિયાથી સંબંધિત આ મામલો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેયર પાર્ટી કરવા માટે એક નાઈટ ક્લબમાં પહોંચે છે અને આ દરમિયાન તેમના સાથી પણ સાથે હોય છે. પહેલા તો તેઓ ખુબ દારૂ પીવે છે. 


દારૂ પીધા બાદ તેઓ કપડાં ઉતારવા લાગે છે. ધીરે ધીરે પોતાના બધા કપડાં ઉતારી નાખે છે અને એટલે સુધી કે પોતાનો પ્રાઈવેટ પાર્ટ પણ દેખાડવા લાગે છે. તેમના સાથે પણ તેમને આવું કરતા રોકતા નથી. એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ તેમણે આ બધું જ્યારે કર્યું ત્યારે નાઈટક્લબમાં કેટલીક મહિલાઓ પણ હાજર હતી. 


'ગુજરાત મોડલ' કર્ણાટકમાં BJP ને ભારે પડશે? અઠવાડિયામાં 8 દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી


સૂર્યગ્રહણ થવામાં ગણતરીના કલાક બાકી, જાણો કોને થશે છપ્પરફાડ લાભ, કોણે રહેવું સાવધ


ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન


જેવો આ સમગ્ર મામલો સામે આવ્યો કે શહેરમાં હડકંપ મચી ગયો અને તેમને હટાવવાની વાત થવા લાગી. પ્રશાસને આ ઘટનાની તપાસ કરવાનું કહ્યું છે. એવું કહેવાય છે કે આ મેયર ખુબ વિવાદિત રહ્યા છે અને પહેલા પણ અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. પોતાના નિવેદનોને લઈને પણ તેઓ અનેકવાર ચર્ચામાં રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube