Ajab Gajab village in World: રહસ્યોથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. જો તમને કહેવામાં આવે કે આ દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં દરેક બાળક જન્મ્યા પછી અંધ બની જાય છે, તો તમને વિશ્વાસ જ નહીં આવે, પરંતુ એક ડગલું આગળ વધીને જો તમને કહેવામાં આવે કે આ ગામનું દરેક બાળક જ નહી દરેક પ્રાણી અંધ છે તો તમને આ વાત વધુ હાસ્યાસ્પદ લાગશે. તમને નવાઈ લાગશે પણ આ વાત એકદમ સાચી છે. મેક્સિકોમાં એક એવું ગામ છે જ્યાં જન્મતું દરેક બાળક અંધ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કયું ગામ છે?
આ વાત ખૂબ જ ચોંકાવનારી છે, પરંતુ મેક્સિકોના તિલ્ટેપક ગામમાં (મેક્સિકોમાં બ્લાઇન્ડ ગામ) રહેતી જનજાતિનો દરેક સભ્ય અંધ છે. તે વિશ્વના રહસ્યમય ગામોની યાદીમાં સામેલ છે. અહીં બાળકનો જન્મ થાય છે ત્યારે તેની આંખો સારી હોય છે પરંતુ ધીરે ધીરે તેની આંખોની રોશની જતી રહે છે અને અંતે તે અંધ બની જાય છે. તિલટેપક ગામની આદિજાતિના વડીલો જણાવે છે કે આ ગામમાં એક શ્રાપિત વૃક્ષ છે જે આ અંધત્વનું કારણ છે. લાવાઝુએલા નામના આ વૃક્ષને જોયા બાદ માત્ર લોકો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ આંધળા થઈ જાય છે. જો કે, આ માત્ર એક અંધશ્રદ્ધા છે. સ્થાનિક લોકો ઉપરાંત, વૈજ્ઞાનિકો અહીં અંધત્વનું કારણ કંઈક બીજું માને છે.


શું કહે છે વૈજ્ઞાનિકો?
સ્થાનિક લોકો ઉપરાંત વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં એક ખાસ પ્રજાતિની ઝેરી માખી જોવા મળે છે, જેના કરડવાથી અહીંના લોકો ધીરે ધીરે અંધ થઈ જાય છે અને આ માખી પ્રાણીઓના અંધત્વનું કારણ પણ બની જાય છે. મેક્સિકન સરકારે અહીંના લોકોના કલ્યાણ માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. તિલ્ટેપક ગામમાં રહેતા આદિવાસીઓને અન્ય સ્થળોએ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રતિકૂળ વાતાવરણને કારણે લોકોને નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેઓને તેમની હાલત પર છોડી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ

હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube