રસ્તે જતા લોકોને ભેટી પડે છે આ યુવતી, `કડલ થેરેપી` આપીને કરે છે અધધધ...કમાણી
Hugs People And Charges Money: આજના સમયમાં જ્યાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યાં પૈસા ઊભા કરવાની અલગ અલગ રીતો પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક એવી મહિલાની કહાની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લોકોને ભેટે છે અને આ `જાદુની જપ્પી`થી પૈસા કમાય છે.
Hugs People And Charges Money: આજના સમયમાં જ્યાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યાં પૈસા ઊભા કરવાની અલગ અલગ રીતો પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક એવી મહિલાની કહાની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લોકોને ભેટે છે અને આ 'જાદુની જપ્પી'થી પૈસા કમાય છે. એટલું જ નહીં આ તેનો વ્યવસાય છે અને કાયદેસર રીતે તેણે તેનો કોર્સ કર્યો છે અને પ્રોફેશનલ રીતે કામ કરે છે.
લોકોને આપે છે 'જાદુની જપ્પી'
હકીકતમાં આ મહિલાનું નામ મિસી રોબિન્સન છે. આ મહિલા ઓસ્ટ્રેલિયાના એક શહેરની રહીશ છે અને આ મહિલા લોકોને ગળે લગાવીને સારા એવા પૈસા ઊભા કરે છે. મહિલાની આ નોકરીને પ્રોફેશનલ કડલર ના નામથી ઓળખાય છે. આ નોકરીની ખાસ વાત એ છે કે લોકો પ્રોફેશનલ કડલર પાસે પ્રેમ અને શાંતિ મેળવવા માટે આવે છે અને તેના બદલામાં પૈસા આપે છે.
કડલિંગ માટે સેશન અને ટાઈમિંગ પણ અપાય છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મહિલા એકલતાનો ભોગ બનેલા અને પરેશાન લોકોને ગળે લગાવીને તેમની પરેશાનીઓ સાંભળે છે અને આ પ્રકારે તેમના તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તેણે કડલિંગ માટે સેશન અને ટાઈમિંગ પણ બનાવી રાખ્યા છે. આ કામના બદલામાં તે લોકો પાસેથી એક સેશનના લગભગ 8 હજાર રૂપિયા વસૂલે છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube