એક એવો દેશ જ્યાં યોજાય છે મોબાઈલ ફોન ફેંકવાની World Championship
તમને ફોન ફેંકવાના બદલામાં ઈનામ મળે તો? તમે બરાબર વાંચ્યુ ફોન ફેંકવાના બદલામાં ઈનામ. આજે અમે તમને જણાવીશું એક એવી ગેમ વિશે જે રોમાંચક હોવાની સાથે સાથે આશ્ચર્યચકિત કરનારી છે. આ છે મોબાઈલ ફોન થ્રોઈંગ ચેમ્પિયન શીપ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણામાંથી મોટાભાગના લોકોની આદત હોય છે કે, ગુસ્સો આવે છે ત્યારે હાથમાં જે કંઈ પણ વસ્તુ છે તેને છુટ્ટી ફેંકી દે છે. હવે આજના જમાનામાં હાથમાં મોટાભાગે રહેતી વસ્તુ ફોન હોય છે. એવામાં જ્યારે ફોન લાગતો નથી, નેટવર્ક નથી આવતુ, ફોન હેન્ગ થાય, ઈન્ટરનેટની સ્પીડ ધીમી આવતી હોય, ઘરમાં કે ઓફિસમાં કોઈની સાથે ઝઘડો થયો હોય ત્યારે હાથમાં રહેલા ફોનને ફેંકી દેવાનો વિચાર આવે છે.
7th Pay Commission: DAમાં વધારાની જાહેરાતની સાથે પગારમાં થશે વધારો, 1 જુલાઈથી મળશે ફાયદો
પરંતુ તમને ફોન ફેંકવાના બદલામાં ઈનામ મળે તો? તમે બરાબર વાંચ્યુ ફોન ફેંકવાના બદલામાં ઈનામ. આજે અમે તમને જણાવીશું એક એવી ગેમ વિશે જે રોમાંચક હોવાની સાથે સાથે આશ્ચર્યચકિત કરનારી છે. આ છે મોબાઈલ ફોન થ્રોઈંગ ચેમ્પિયન શીપ. આ પ્રકારની ગેમ ફિનલેન્ડમાં યોજાય છે. આ ગેમને ફિનલેન્ડની રાષ્ટ્રીય ગેમ પણ કહેવામાં આવે છે. આ ગેમમાં પ્રતિયોગીઓ વચ્ચે એ વાતની હોડ જામી હોય છે કે કોણ કેટલા અંતર સુધી પોતાનો ફોન ફેંકી શકે છે. છે ને મજેદાર! આ ગેમને હળવાશ(Lightly) લેવાની ભૂલ ન કરતા. કારણકે ગેમમાં ભાગ લેનારા લોકો તેને ઓલમ્પિક જેવી ગંભીરતાથી લે છે. ઓલમ્પિકમાં જેવી રીતે અલગ અલગ કેટેગરી હોય છે, જેમકે ગોળાફેંક, ભાલાફેંક તેવી રીતે આ ગેમમાં પણ કેટેગરી હોય છે.
The Big Bull teaser out: 'ધ બિગ બુલ' નું ટીઝર થયું રિલીઝ, 'મધર ઓફ ઓલ સ્કેમ્સ'
મોબાઈલ ફોન થ્રોઈંગ ચેમ્પિયન શીપમાં પહેલી કેટેગરી છે પ્રિસ્ટાઈલ કેટેગરી. જેમા તમે ફોન અલગ અલગ અંદાજમાં ફેંકી શકો છો. જેમા ચકાસવામાં આવે છે કે તમે આ કામ કરવામાં કેટલા ક્રિએટીવ છો. આ ગેમમાં બાળકો માટે પણ અલગ કેટેગરી હોય છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો આ કેટેગરીમાં ભાગ લઈ શકે છે. આ કોમ્પિટિશન ફિનલેન્ડના શહેર સેવનલિનામાં વર્ષ 2000 બાદથી દરવર્ષે યોજાય છે. તમને જણાવી દઈએ કે મોબાઈલ કંપની નોકિયા આ જ દેશની છે. એ જ નોકિયા જેના ફોન એકસમયે લગભગ તમામ લોકો પાસે હતા. એ જ નોકિયાના નાના નાના ફોન જે બ્લેકબેરી અને સ્માર્ટફોન આવ્યા પછી ભૂલાઈ ગયા છે.
એ જ કંપનીના દેશમાં થાય છે આ વર્લ્ડ ચેમ્પિયનશીપ. ફિનલેન્ડની દેખાદેખીમાં આ પ્રકારની કોમ્પિટિશન અન્ય દેશો પણ યોજવા લાગ્યા છે. જે અંગે ફિનલેન્ડ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગેમમાં ભાગ લેનારા લોકો સાવધાન રહે. અસલી મોબાઈલ ફોન થ્રોઈંગ કોમ્પિટિશન માત્ર ફિનલેન્ડમાં જ યોજાય છે. આ કોમ્પિટિશનનું આયોજન કરવાવાળા લોકોનો નેક ઈરાદો પણ છે કે, તેઓ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ ગેમમાં એવા ફોનનો ઉપયોગ થાય છે જે ખરાબ થઈ ગયા હોય છે. પ્રતિયોગી આવા ફોનને ફેંકે છે ઓર્ગેનાઈઝેશન તેને એકઠા કરે છે અને ફોનને રિસાયકલ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube