7th Pay Commission: DAમાં વધારાની જાહેરાતની સાથે પગારમાં થશે વધારો, 1 જુલાઈથી મળશે ફાયદો

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોદી સરકારે જાહેરાત કરી દીધી છે કે રોકવામાં આવેલા મોંઘવારી ભથ્થા (Dearness Allowance) નો ફાયદો 1 જુલાઈથી મળવા લાગશે. કોરોનાકાળમાં સરકારની આ જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. કોરોનાના કારણે આર્થિક સંક્રમણમાં વધારો થતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ રોકી દેવામાં આવ્યું હતું જે જુલાઈ મહિનામાં મળશે. માનવામાં આવી રહ્યું છે કે DAના વધારાની જાહેરાત કર્યા બાદ કુલ DA 28 ટકા થઈ શકે છે. મોંઘવારી ભથ્થાની જાહેરાત પછી તમારા પગાર સ્લિપ  (Salary Details) સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

28 ટકા થઈ શકે છે DA

1/4
image

કોરોનાના કારણે જાન્યુઆરી 2020થી જુલાઈ 2020 (3 ટકા) અને જુલાઈથી ડિસેમ્બર 2020 (4 ટકા) મોંધવારી મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળ્યું નથી. હવે જાન્યુઆરીથી જુલાઈ 2021ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાઈ છે જે 4 ટકા થઈ શકે છે. કુલ 17 ટકા DA અત્યારે મળી રહ્યું છે અને (3+4+4) ને ઉમેરીને 28 ટકા DA થઈ શકે છે.

 

બદલાઈ જશે સેલરી સ્લીપ

2/4
image

DAના વધારાથી તમારી સેલરી સ્લીપ બદલાઈ જશે. નિયમો પ્રમાણે મૂળ પગારના હિસાબથી જ PF અને ગ્રેજ્યુટી કપાય છે. નવા વેજકોડ અનુસાર CTCમાં મૂળ પગાર 50 ટકાથી ઓછો ના હોવો જોઈએ.

પેન્શનર્સને મળશે સીધો ફાયદો

3/4
image

DAમાં વધારો થશે જેનો લાભ પેન્શનરોને પણ મળશે. DA 28 ટકા થવા પર મોંઘવારી ભથ્થામાં ખૂબ સારો વધારો થઈ જશે. DA અંતર્ગત જો કોઈ પેન્શનરને 10 હજાર રૂપિયા મળે છે તો તે આંકડો 16 હજાર સુધી પહોંચી જશે.

1 એપ્રિલથી લાગુ થઈ શકે છે નવા શ્રમ કાયદા

4/4
image

નવા નાણાંકીય વર્ષની શરૂઆતની સાથે નવો શ્રમ (New Wage Code 2021) કાયદો લાગુ પડશે. નવા શ્રમ કાયદો સંસદમાં પાસ થઈ શકે છે. આ કાયદાને મોદી સરકાર 1 એપ્રિલથી લાગુ કરશે