કોરોના વેક્સિનની મનુષ્યો પર સૌથી મોટી ટ્રાયલ શરૂ, 30 હજાર લોકો પર ટેસ્ટ Modernaની વેક્સિન
Coronavirus Vaccine in US: અમેરિકામાં કોરોના વાયરસની Moderna Incની વેક્સિનની સૌથી મોટી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેને 30 હજાર વોલેન્ટિયરોને આપવામાં આવી છે.
વોશિંગટનઃ વિશ્વની સૌથી મોટી COVID-19 વેક્સિન સ્ટડી સોમવારથી શરૂ થી ગઈ છે. તેમાં 30 હજાર લોકોને Moderna Inc દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન આપવામાં આવી. આ વેક્સિન તે પસંદગીના કેન્ડિડેટ્સમાંથી છે જે કોરોના વાયરસ સામે લડવાની રેસના આખતી તબક્કામાં છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મોડર્ના ઇંકની બનાવવામાં આવેલી એક્સપેરમેન્ટલ વેક્સિન વાયરસથી બચાવી શકશે તેની હાલ કોઈ ગેરંટી નથી. તેની સ્ટડી કરવામાં આવી છે.
આ રીતે કરવામાં આવી રહ્યો છે અભ્યાસ
વોલેન્ટિયરોને તે જણાવવામાં આવ્યું નથી કે તેને અસલી દવા આપવામાં આવી રહી છે કે ડમી. બે ડોઝ આપ્યા બાદ તેને મોનિટર કરવામાં આવશે. તે જોવામાં આવશે કે ક્યા ગ્રુપને ઇન્ફેક્શન થાય છે. આ સ્ટડી ખાસ કરીને તેવા વિસ્તારમાં કરવામાં આવી છે, જ્યાં હજુ પણ ઝડપથી વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે. Moderna ના પ્રથમ સ્ટેજના અભ્યાસમાં 45 વોલેન્ટિયરો પર વેક્સિનની અસરને જોવામાં આવી હતી. તેમાં વોલેન્ટિયરોની ઇમ્યૂન સિસ્ટમમાં બચાવ પેદા થયો હતો. તાવ અને દુખાવા જેવી સામાન્ય સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી હતી.
દરેક વેક્સિનનું ટેસ્ટ કરી રહ્યું છે અમેરિકા
અમેરિકા ઈચ્છે છે કે દેશમાં ઉપયોગ થનારી વેક્સિનનો ટેસ્ટ તે ખુદ કરે. દર મહિને એક કેન્ડિડેટનો 30 હજાર વોલેન્ટિયરો પર ટેસ્ટ થશે. આ ટેસ્ટમાં તે જોવામાં આવશે કે આ વેક્સિન કેટલી સુરક્ષિત છે. ત્યારબાદ વૈજ્ઞાનિકો આ વેક્સિનની તુલના કરશે. આગામી મહિને ઓક્સફોર્ડની વેક્સિનનો ટેસ્ટ થશે અને પછી સપ્ટેમ્બરમાં Johnson & Johnson, ઓક્ટોબરમાં Novavax નો અભ્યાસ થશે. Pfizer Inc. પોતાની રીતે 30 હજાર વોલેન્ટિયરો પર સ્ટડી કરશે.
કોરોનાની સારવાર થશે 40% સસ્તી, દેશમાં જ મળી ગઈ દવા બનાવનાર કંપની
ત્રણ વેક્સિનો પર નજર
અમેરિકાની Moderna Incની mRNA 1273 વેક્સિન સિવાય Oxford University ના જેનર ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન AZD1222 પણ માનવો પર પ્રથમ તબક્કાની ટ્રાયલમાં સફળ રહી છે. તેને આપવા પર વોલેન્ટિયરોમાં એન્ટીબોડી અને Killer T-cells જોવા મળ્યા છે. ઓક્સફોર્ડની વેક્સિનનું ઉત્પાદન ભારતમાં કરવા માટે Serum Institute of India એ AstraZenecaની સાથે ડીલ કરી છે. તો ચીનની CanSino ની વેક્સિન પર માનવો પર અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube