કોરોનાની સારવાર થશે 40% સસ્તી, દેશમાં જ મળી ગઈ દવા બનાવનાર કંપની

કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે બધી ફાર્મા કંપનીઓએ કોરોના સામે લડવાની દવા બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે હવે સિપલાએ જાહેરાત કરી છે કે તે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાની દવા સિપ્લેન્ઝા  (Cipla to launch ciplenza drug of coronavirus) લોન્ચ કરી દેશે.

Updated By: Jul 27, 2020, 05:09 PM IST
કોરોનાની સારવાર થશે 40% સસ્તી, દેશમાં જ મળી ગઈ દવા બનાવનાર કંપની

નવી દિલ્હીઃ કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે બધી ફાર્મા કંપનીઓએ કોરોના સામે લડવાની દવા બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે હવે સિપલાએ જાહેરાત કરી છે કે તે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાની દવા સિપ્લેન્ઝા  (Cipla to launch ciplenza drug of coronavirus) લોન્ચ કરી દેશે. ખાસ વાત છે કે આ દવા બજારની હાલની દવાની તુલનામાં 40 ટકા સસ્તી હશે. સસ્તી દવા બનાવવા માટે સિપલાએ પોતાનો પાર્ટનર પણ દેશમાં શોધી લીધો છે. 

હૈદરાબાદની એવરા લેબોરેટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોરોનાની દવા બનાવવાની મંજૂરી મળી ગઈ છે. હવે દ્વારા લેબોરેટરી તરફથી પણ ફેવિપિરાવીર એપીઆઈ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ) દવા બનાવવામાં ાવી રહી છે, જે સિપલાને સપ્લાઈ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે એપીઆઈ કોઈપણ દવા બનાવવા માટે તેના કાસા માલ જેમ હોય છે. એવરા લેબોરેટરીએ એક ખુબ ઓછા ખર્ચની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની શોધ કરી છે, તેના દ્વારા એપીઆઈ દવા બનાવીને સિપલાને મોકલી દેવામાં આવશે. સિપલામાં એવરા લેબોરેટરી દ્વારા મોકલવામાં આવેલી દવાથી સિપ્લેન્ઝા દવા બનાવીને લોન્ચ કરશે, જે ફેવિપિરાવીર દવાનું જેનેરિક વર્ઝન છે. 

કોરોનાના કહેર વચ્ચે વધુ એક બ્લડ ટેસ્ટની થઇ શરૂઆત, ખાસ જાણો તેના વિશે

શું હશે તેની કિંમત?
સિપલાની દવા સિપ્લેન્ઝાની કિંમત 68 રૂપિયા પ્રતિ ટેબલેટ હશે. હાલ માર્કેટમાં માત્ર ગ્લેમાર્ક કંપની જ ફેવિપિરાવીરથી કોરોનાની દવા બનાવી રહી છે, તેનું નામ છે ફૈબિફ્લૂ (fabiflu). તેની કિંમત હાલ બજારમાં 104 રૂપિયા પ્રતિ ટેબલેટ છે. એટલે કે સિપલાની દવા સિપ્લેન્ઝા તેનાથી આશરે 40 ટકા સસ્તી હશે. તેનું સસ્તુ હોવાનું એક મોટું કારણ છે કે દવા ગ્લેમાર્કની જેમ પેટન્ટ વાળી નથી, પરંતુ જેનેરિક છે અને તેને બનાવવાની ખાસ ઓછા ખર્ચ વાળી પ્રક્રિયાને કારણે તેની ટેબલેટ સસ્તી છે. 

પદ્મ ભૂષણ એમી રામા રાવની છે એવરા લેબોરેટરી
સિપલાને સિપ્લેન્ઝા લોન્ચ કરવા માટે દવાની સપ્લાઈ કરનારી એવરા લેબોરેટરીના ફાઉન્ડર છે પદ્મ ભૂષણ ડોક્ટર એમી રામા રાવ, જેઓ CSIR-IICT ના ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે. તેમણે પોતાનું જીવન 1995મા નિવૃત થયા બાદ ભારતીય ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝને સારી બનાવવામાં પસાર કર્યું છે. આ એમી રામા રાવની મહેનતનું જ પરિણામ છે, જેને કારણે 1990ના દાયકામાં સિપલા માટે એન્ટી-એડ્સ દવા બનાવી શકાય, જેણે લાખો લોકોની જિંદગી બચાવી. તેમની કંપની એવરા લેબોરેટરી છેલ્લા 25 વર્ષથી રિસર્ચ અને મેન્યુફેક્ટરિંગમાં લાગેલી છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube