બેંગલુરૂઃ વિશ્વના મોટાભાગના દેશો કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા છે. કોરોનાની વેક્સિનને લઈને ઝડપથી રિસર્ચ અને ટ્રાયલ કરવામાં આવી રહ્યાં છે. મોડર્ના ઇંક કંપની કોરોનાની વેક્સિનને વિકસિત કરવાની દોડમાં સૌથી આગળ છે. કંપનીએ ગુરૂવારે કહ્યું કે, એક પ્રાયોગિક વેક્સિન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે તેના ખર્ચ માટે એક અબજથી વધુ અમેરિકી ડોલર (1.1 બિલિયન ડોલર) પ્રાપ્ત કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ્બ્રિજ, મૈસાચુસેટ્સ આધારિત કંપનીએ અમેરિકી સરકાર અને ઘણા અન્ય દેશોની સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા છે અને વેક્સિનના પુરવઠો માટે એક ડબ્લ્યૂએચઓના નેતૃત્વ વાળા સમૂહની સાથે વાતચીત ચાલી રહી છે. આ સમૂહ કોરોના વેક્સિન માટે મોટી સંખ્યામાં ટ્રાયલ કરી રહ્યો છે અને માનવ ટ્રાયલમાં સામેલ છે. પરંતુ કંપનીએ ગુરૂવારે આ ટ્રાયલ સંબંધિત આંકડા જારી કરવા વિશે સ્પષ્ટ કોઈ સમયમર્યાદા જણાવી નથી, પરંતુ કંપનીનું કહેવું છે કે આવનારા સપ્તાહમાં તેના શરૂઆતી આંકડા સામે આવવા લાગશે જે 30,000 વોલેન્ટિયર પર  ટ્રાયલ કરવામાં આવી રહી છે.


મોડર્ના ઇંક જેની પાસે અત્યાર સુધી બજાર પર કોઈ માન્ય ઉત્પાદન નથી, જોનસન એન્ડ જોનસન અને ફાઇઝર ઇંક જેવી મોટી દવા નિર્માતાઓની સાથે સાથે કોરોનાની વેક્સિન માટે આ કંપની પોતાના અંતિમ પરીક્ષણોમાં પહોંચી ચુકી છે. 


ચૂંટણી પૂર્વે સર્વેમાં ટ્રમ્પ પર ભારે પડી રહ્યા છે બાઇડેન, જાણો કેટલા ટકા લોકોની છે પસંદ


કંપની માટે 2021 હોઈ શકે છે મહત્વપૂર્ણ
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ફેન બેંકેલે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે જો અમે અમારી COVID-19 વેક્સિન લોન્ચ કરીએ તો 2021મા મોડર્નાા ઇંક ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ વળાંક હોઈ શકે છે. આ સાથે કંપનીએ કહ્યું કે, આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સમર્પિત COVAXની સાથે પોતાની વેક્સિન માટે એક ભાવ નક્કી કરવાના પ્રસ્તાવ પર વાતચીત ચાલી રહી છે. 


ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે 150થી વધુ કોરોનાની વેક્સિન વર્તમાનમાં વિકસિત કરવામાં આવી રહી છે, જેમાંથી લગભગ 44 વેક્સિન ક્લીનિકલ ટ્રાયલના તબક્કામાં છે અને 11 છેલ્લા તબક્કાની ટ્રાયલમાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube