PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં છે. અહીં તેમણે બુધવારે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા મંગળવારે તેમણે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવાર સવારથી અબૂ ધાબીના હિન્દુ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ધાટન કરી રહ્યા છે. આ મંદિરને બંને તરફ ગંગા અને યમુનાનું પાણી વહી રહ્યું છે. જેને ખાસ ભારતથી મંગાવવામાં આવ્યું છે. સર્વ પ્રથમ મહંત સ્વામી મહારાજે પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ પણ મહંત સ્વામી મહારાજને પુષ્પ હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.


પીએમ મોદીએ મંદિર ઉદ્ધાટન કર્યું અને ત્યારબાદ મંગલાચરણ કર્યું અને પૂજન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ આરતી કરી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અબૂ ધાબીના પહેલા હિન્દુ મંદિરમાં પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં પુરોહિતોના આશીર્વાદ લીધા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ દિવ્યતા કે નૈન પ્રતિકૃતિના દર્શન કર્યા. પ્રધાનમંત્રીએ વર્ષ 2018માં શિલાન્યાસ કર્યો હતો. 



UAEમાં બનેલું BAPSનું હિંદુ મંદિર એશિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે, જે માત્ર પથ્થરોથી બનેલું છે. ત્યારે આ મંદિર અંગેની ખાસિયતોની વાત કરીએ તો....



  • સંગેમરમરસ અને બલુઆ પત્થરોથી બન્યું છે મંદિર

  • ઈટલીથી મંગાવાયા સંગેમરમરસના પથ્થર  

  • રાજસ્થાનથી ગુબાલી પથ્થરો મંગાવાયા

  • મંદિર બનાવવામાં 18 લાખ ઈંટનો ઉપયોગ કરાયો

  • મીલના પથ્થરથી બનેલા મંદિરની ઉંચાઈ 108 ફૂટ

  • વૈદિક વાસ્તુકલામાંથી પ્રેરણા લઈ તૈયાર થઈ છે ડિઝાઈન

  • મંદિરના 7 શિખર અમીરાત દેશની એકતાના પ્રતિક છે

  • આખા મંદિર પરિસર નીચે 450 વધુ સેન્સર મૂકાયા છે

  • સેન્સર તાપમાન, ભૂકંપ અને દબાણની માહિતી આપશે

  • ભારતીય કારીગરોએ જટિલ નકશીકામ અને મૂર્તિઓ બનાવી

  • 4 લાખ કલાકની મહેનત બાદ તૈયાર થયું છે મંદિર

  • 700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે BAPS મંદિર



પીએમ મોદી અબુ ધાબીના હિન્દુ મંદિરમાં કરી આરતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુ મંદિરમાં આયોજિત વૈશ્વિક આરતીમાં ભાગ લઈ રહ્યા છે. આ વૈશ્વિક આરતી સમગ્ર વિશ્વમાં BAPSના 1500 મંદિરોમાં એક સાથે કરવામાં આવી રહી છે.


પીએમ મોદીએ અબુધાબીમાં હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિશેષ પૂજામાં ભાગ લીધો હતો.



પીએમ મોદી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર પહોંચ્યા છે. તેઓએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. મંદિર પહોંચીને મહંત સ્વામી મહારાજે પીએમ મોદીનું સન્માન કર્યું હતું.


અક્ષય કુમાર પહોંચી ગયો અબુ ધાબી 
અભિનેતા અક્ષય કુમાર BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું. મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશ અને દુનિયાભરના ભારતીયોમાં ઉત્સાહ છે.


700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે BAPS હિન્દુ મંદિર 
અબુ ધાબીનું BAPS સ્વામિનારાયણ મંદિર 108 ફૂટ ઊંચું, 262 ફૂટ લાંબુ અને 180 ફૂટ પહોળું છે. તેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા.



27 એકર જમીનમાં બનેલું છે અબુ ધાબીનું હિન્દુ મંદિર
ઓગસ્ટ 2015માં UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 123.5 એકર જમીન ભેટમાં આપી હતી. આ પછી 2019માં મંદિર માટે વધારાની 13.5 એકર જમીન આપવામાં આવી. આ રીતે એકંદરે આ મંદિર સંકુલ 27 એકર જમીનમાં બનેલું છે.


હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટે સેંકડો ભારતીયો અબુ ધાબી પહોંચ્યા
અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભારતીયોમાં ઉત્સાહ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સેંકડો ભારતીયો અબુ ધાબી પહોંચી ગયા છે.