નવી દિલ્હી: એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, દુનિયાભરના સમુદ્રમાં વાયરસોની 5500 થી વધારે નવી પ્રજાતિઓ મળી છે. કોરોના વાયરસથી પરેશાન દુનિયા માટે આ એક ખતરનાક સમાચાર છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ વાયરસ કોરોના વાયરસની જેમ RNA વાયરસ છે. ચિંતાની વાત તો એપણ છે ભારતના સમુદ્રમાં પણ આ વાયરસ જોવા મળ્યા છે. ખાસ કરીને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોની આટલી મોટી સંખ્યામાં વાયરસો મળવાની આશા ન હતી. હવે આ લોકો વાયરસના 5 ફાઇલાને બમણા કરવાની યોજના બનાવી રહ્યા છે. જેથી તેમના ટેક્સોનોમિક જૂથનું વર્ગીકરણ કરવામાં આવી શકે. સામ્રાજ્ય પછી તરત જ આવે છે ફાઇલમ જેમાં પ્રાણી વિશે ઘણી બધી વિગતો હોય છે.


ધ કાશ્મીર ફાઈલ્સની ટીમ ફરી એક સાથે, વિવેક અગ્નિહોત્રી હવે બે ફિલ્મમાં દેખાળશે ભયાનક સત્ય


ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર મેથ્યુ સુલિવને એક નિવેદનમાં કહ્યું કે સમુદ્રમાંથી મળેલા વાયરસો ખુબ જ વધારે અંતર છે. આ બધા નવા ફાઈલમના છે. તેમાંથી એક ટારાવિરિકોટા તમામ સમુદ્રોમાં મળી આવ્યો છે. એટલે કે દુનિયાના તમામ સમુદ્રમાં તેની હાજરી નોંધવામાં આવી છે. પરંતુ તે ઇકોલોજીના હિસાબથી ખુબ જ જરૂરિ છે. RNA વાયરસોની શોધ અને તેના અભ્યાસ માટે કોરોના વાયરસના વેરિયન્ટે દબાણ બનાવ્યું.


ઢળતી ઉંમરે પણ દેખાવ જવાન, આ ઘરેલું નુસ્ખા દૂર કરશે સફેદ વાળની સમસ્યા


મેથ્યુ સુલિવને કહ્યું કે, 5500 RNA વાયરસ ખુબ જ નાની સંખ્યા છે. હજું વધારે સંશોધન કરવાનું બાકી છે. બની શકે કે આપણને લાખોની સંખ્યામાં નવા વાયરસ મળે. આ વાયરસોથી સંબંધિત અભ્યાસ હાલમાં જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકોને વાયરસની શોધ માટે દુનિયાભરના સમુદ્રોની 121 જગ્યાઓ પરથી પાણીના 35 હજાર સેમ્પલ લીધા. આ તમામ વૈજ્ઞાનિક સમુદ્રી ક્લાઈમેટ ચેન્જના અધ્યયન કરનારા તારા ઓશંસ કંસોર્ટિયમ નામના ગ્લોબલ પ્રોજેક્ટનો ભાગ છે.


ફ્રીમાં મેળવો આ તમામ સુવિધા, Jio ના 3 સસ્તા અને જબરદસ્ત પ્લાન; 90 GB સુધી ડેટા પણ


વૈજ્ઞાનિકોએ સમુદ્રી પ્લેન્કટોન્સના જેનેટિક સિક્વેન્સનો અભ્યાસ કર્યો. તેની અંદરથી જ RNA વાયરસ મળ્યા છે. તમામ RNA વાયરસોમાં એક પ્રાચીન જીન RdRp મળ્યો છે, પરંતુ તે અન્ય વાયરસ અને કોષોમાં જોવા મળ્યો નહતો. વૈજ્ઞાનિકોએ કુલ ટોટલ 44 હજાર જીન સિક્વેન્સ કર્યા. પરંતુ જાણવા મળ્યું કે, RdRp જીન અબજો વર્ષ જુના છે. ત ઘણી વખત ઇવોલ્વ થઈ ગયા છે. આ એટલા જુના છે કે તેમની ઉત્પતિ અને વંશાવલી શોધવામાં વધારે સમય લાગી શકે છે.


વિકેટ ગુમાવ્યા વગર મેદાનમાંથી પાછો ફર્યો અશ્વિન, IPL ઇતિહાસમાં પહેલીવાર બેટ્સમેન થયો 'રિટાયર્ડ આઉટ'


મેથ્યુએ જણાવ્યું કે, શોધવામાં આવેલા 5500 થી વધારે નવા RNA વાયરસોને પાંચ નવા ફાઈલમમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તે છે ટારાવિરિકોટા, પામીવિરિકોટા, પેરાજેનોવિરિકોટા, વામોવિરિકોટા અને આર્કટિવિરિકોટા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube