White Hair Problem: ઢળતી ઉંમરે પણ દેખાવ જવાન, આ ઘરેલું નુસ્ખા દૂર કરશે સફેદ વાળની સમસ્યા
White Hair Problem: જ્યારે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો આ ટેનશનનું કારણ બની જાય છે. તમે ના માત્ર શરમ અનુભવો છો પરંતુ લો કોન્ફિડેન્સનો સામનો પણ કરવા લગો છો, પરંતુ ગભરાવાની જરૂર નથી, ઘરેલું ઉપયોથી આવી મૂશ્કેલીઓ દૂર થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: હાલના સમયમાં વાળ સફેદ થવા એટલું સમાન્ય થઈ ગયું છે જેટલું કે શરદી અને ખાંસી. 20 થી 25 વર્ષની ઉંમરના યુવાનો પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેના માટે માત્ર જેનેટિક કારણો જવાબદાર નથી, ઘણી વખત બદલાતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ પણ વાળ સફેદ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જગ્યાએ ઘરેલું ઉપાય કરી શકો છો.
સફેદ વાળોને કેવી રીતે કરો ડાર્ક?
1. આમળા પાવડર
એક કપ આમળા પાવડરને લોખંડના વાસણમાં ત્યાં સુધી ગરમ કો જ્યાં સુધી તે રાખમાં ના ફેરવાઈ જાય. ત્યારબાદ તેમાં 500 ml નારિયેળનું તેલ ધીમા તાપ પર 20 મીનિટ સુધી ગરમ કરો. ત્યારબાદ ઠંડુ થવા તેને 24 કલાક સુધી છોડી દો. તૈયાર કરવામાં આવેલા તેલને એર ટાઈટ બોટલમાં ભરો અને એક અઠવાડીયામાં બે વખત વાળમાં માલિશ કરો.
2. મીઠા લીંબડાના પત્તા
મીઠા લીંબડાની એક ઝૂડી લો અને તેને 2 ચમચી આમળા પાવડર અને 2 ચમચી બ્રાહ્મી પાવડર સાથે સારી રીતે મિક્સ કરો. આ હેર માસ્કને વાળના મૂળ સુધી લગાવો. ત્યારબાદ એક કલાક સુધી રહેવા દો અને ત્યારપછી હર્બલ શેમ્પુથી વાળને ધોઈ નાખો.
3. બ્લેક ટી
સફેદ થતા વાળની સમસ્યા દુર કરવા માટે તમે બ્લેક ટીનો ઉપયોગ કરી શકો છો. બ્લેક ટી ટેનિક એસિડથી ભરપૂર હોય છે. જે વાળને નેચરલ રીતે કાળા કરવામાં સક્ષમ છે.
4. નારિયેળ તેલ અને લીંબુ
નારિયેળ તેલ અને લીંબુના રસને એક સાથે મિક્સ કરવામાં આવે તો તે વાળને કાળા કરવામાં મદદ કરે છે, કેમ કે તેનાથી કેમિકલ રિએક્શન થયા છે જેનાથી વાળ નેચરલી ડાર્ક થઈ જાય છે.
5. હિના અને નીલ
દાયકાઓથી હિના અને નીલનો ઉપયોગ નેચરલ કલર તરીકે કરવામાં આવે છે. જો હાલમાં આ વસ્તુને મિક્સ કરવામાં આવે તો તેનાથી બ્લુઇશ-બ્લેક કલર તૈયાર થયા છે જે વાળને ડાર્ક કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે