વિકેટ ગુમાવ્યા વગર મેદાનમાંથી પાછો ફર્યો અશ્વિન, IPL ઇતિહાસમાં પહેલીવાર બેટ્સમેન થયો 'રિટાયર્ડ આઉટ'

IPL 2022 Ravichandran Ashwin Retired Out: રવિચંદ્રન અશ્વિન IPL ઇતિહાસમાં પહેલી વખત 'રિટાયર્ડ આઉટ' થતો બેટ્સમેન છે. જ્યારે કોઈ બેટ્સમેન ઇજાગ્રસ્ત થયા વગર કે પછી એમ્પાયરની મંજૂરી વગર ક્રિઝ છોડી જતો રહે છે, તો તેને 'રિટાયર્ડ આઉટ' માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ માનવામાં આવે છે અને તે ફરી મેદાન પર પરત ફરી શકતો નથી.

વિકેટ ગુમાવ્યા વગર મેદાનમાંથી પાછો ફર્યો અશ્વિન, IPL ઇતિહાસમાં પહેલીવાર બેટ્સમેન થયો 'રિટાયર્ડ આઉટ'

નવી દિલ્હી: લખનઉ સુપર જાયન્ટ્સ સામે રવિવારની IPL મેચમાં રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર રવિચંદ્રન અશ્વિના એક નિર્ણયે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આ મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિન મેચની 19 મી ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર જ ડગઆઉટમાં પરત ફરતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. IPL ના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું હશે જ્યારે કોઈ બેટ્સમેન 'રિયાટર્ડ આઉટ' થયો છે.

IPL ઇતિહાસમાં પહેલી વખત બેટ્સમેન થયો 'રિટાયર્ડ આઉટ'
રવિચંદ્રન અશ્વિન IPL ઇતિહાસમાં પહેલી વખત 'રિટાયર્ડ આઉટ' થતો બેટ્સમેન છે. જ્યારે કોઈ બેટ્સમેન ઇજાગ્રસ્ત થયા વગર કે પછી એમ્પાયરની મંજૂરી વગર ક્રિઝ છોડી જતો રહે છે, તો તેને 'રિટાયર્ડ આઉટ' માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ માનવામાં આવે છે અને તે ફરી મેદાન પર પરત ફરી શકતો નથી. જ્યારે એક વખત કોઇ બેટ્સમેન રિટાયર્ડ આઉટ થઈ જાય છે, તો તે ફરી બેટિંગ કરવા આવી શકતો નથી. તો બીજી તરફ, રિટાયર્ડ હર્ટ થતો બેટ્સમેન ટીમની જરૂરિયાત અનુસાર ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે.

નિયમોનો લાભ લેવામાં માહેર છે અશ્વિન
અશ્વિન નિયમોનો લાભ લેવામાં માહેર છે. અશ્વિન આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ઇનિંગ માટે 10 મી ઓવરમાં છઠ્ઠા નંબર પર બેટિંગ માટે ઉતર્યો હતો. જો કે, 19 મી ઓવરમાં રણનીતિ હેઠળ અશ્વિન 'રિટાયર્ડ આઉટ' થઈ ગયો. જ્યારે અશ્વિને રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય લીધો તે સમયે સામેની બાજુએ શિમરોન હેટમાયર ઉભો હતો. ઇનિંગના બ્રેક દરમિયાન જ્યારે શિમરોન હેટમાયરને આ સમગ્ર ઘટનાક્રમ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેને આ વિશે કોઈ જાણકારી નથી. હેટમાયરે કહ્યું કે, તેને પણ ખબર ન હતી કે અશ્વિન અચાનક ક્રિઝ છોડી ડગઆઉટમાં કેમ ગયો.

શિમરોન હેટમાયરે કર્યો ખુલાસો
રાજસ્થાન રોયલ્સની ઇનિંગ બાદ શિમરોન હેટમાયરે ખુલાસો કર્યો કે, તેને અશ્વિનની રણનીતિ વિશે જાણકારી આપવામાં આવી ન હતી. હેટમાયરે કહ્યું, મને આ વિશે કોઈ જાણકારી ન હતી. તે થોડો થાકેલો પણ હતો. આ એક સારો નિર્ણય હતો, કેમ કે પરાગે અમારા માટે એક સિક્સ પણ મારી હતી. રવિચંદ્રન અશ્વિને 23 બોલમાં 28 રન બનાવ્યા હતા, જેમાં બે સિક્સ મારી હતી.

પોઈન્ટ ટેબલમાં ટોપ પર રાજસ્થાન રોયલ્સ
તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપરજાયન્ટ્સ સામે 3 રનથી રોમાંચક જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સે પહેલી બેટિંગ કરી શિમરોન હેટમાયરની અર્ધસદીના દમ પર 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લખનઉની ટીમ 8 વિકેટ પર 162 રન બનાવી સકી હતી. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગમાં યુજવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 4 વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news