Most Expensive Ice Cream : ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે જ આઈસક્રીમની માર્કેટમાં પણ ગરમી આવી છે. ઉનાળામાં દરેક ઘરમાં આઈસક્રીમ ખાવાનું પ્રમાણ વધી જાય છે. નાના બાળકો હોય કે મોટા તમામને આઈસક્રીમ ભાવતું હોય છે. જોકે હવે બજારમાં અલગ અલગ પ્રકારની આઈસક્રીમની વેરાઈટી મળતી થઈ છે. અલગ અલગ પ્રકારના આઈસક્રીમના ભાવ પણ અલગ અલગ હોય છે. 5 રૂપિયાથી શરૂ થઈ 500 રૂપિયા સુધીનું આઈસક્રીમ તો તમે પણ ખાધું હશે. પરંતુ આજે તમને દુનિયાની સૌથી મોંઘા આઈસક્રીમ વિશે જણાવીએ. આ આઈસક્રીમ એટલું મોંઘુ છે કે તેને ખાતા પહેલા અમીર માણસ પણ એક વખત વિચારે. કારણ કે આ આઈસક્રીમની કિંમતમાં એક સારી એવી કાર ખરીદી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


આ છે દુનિયાના સૌથી શક્તિશાળી અને અમૂલ્ય તાજ, જેને મળે છે તે કરે છે રાજ


લેડી ડ્રેક્યુલા તરીકે ઓળખાતી આ મહિલા, કુંવારી યુવતીઓના લોહીથી નહાવા કરી 600 હત્યા


થાઈલેન્ડ જતાં પ્રવાસીઓએ તોડ્યો રેકોર્ડ, જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 75 લાખ લોકોએ....


ગત 25 એપ્રિલે દુનિયાના સૌથી મોંઘી આઈસક્રીમનો રેકોર્ડ આઈસક્રીમ બનાવતી કંપની સિલાટોએ તોડ્યો છે. આ કંપનીએ બ્યાકુયા નામનું આઈસક્રીમ બનાવ્યું છે. આ આઈસક્રીમ પ્રોટીન યુક્ત હોય છે અને હવે આ આઈસક્રીમ દુનિયાનું સૌથી મોંઘુ આઈસક્રીમ બન્યું છે. 


આ આઈસક્રીમની ખાસિયતની વાત કરીએ તો તેનો બેઝ વેલવેટી હોય છે જે દૂધથી બનેલો હોય છે. દૂધ ઉપરાંત તેમાં બે પ્રકારનું ચીઝ અને ઈંડાના પીળા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આ આઈસક્રીમમાં ટ્રફલ ટ્રફલ ઓઇલનો પણ ઉપયોગ થાય છે. આ આઈસક્રીમ એક સ્ટાઇલિશ બોક્સમાં પેક થઈને આવે છે. સાથે જ તેને ખાવા માટે એક મેટલ સ્પૂન પણ આપવામાં આવે છે.


કંપનીની વેબસાઈટ પર 130એમએલ બ્યાકુયા આઈસક્રીમ મળે છે. આ આઈસક્રીમની કિંમત 6700 ડોલર એટલે કે 5,00,000 રૂપિયા છે. આઇસ્ક્રીમ બનાવનાર કંપનીનું સૂચન છે કે આ આઈસક્રીમને વાઈટ વાઇન સાથે ખાવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.