TIME મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં મુલ્લા બરાદરનું નામ, PM મોદી અને મમતા પણ સામેલ
બુધવારે જાહેર 2021ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેઘન સામેલ છે.
ન્યૂયોર્કઃ ટાઇમ મેગેઝિને બુધવારે 100 સૌથી પ્રભાવશાળી લોકોનું પોતાનું વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું છે. ટાઇમના આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનું નામ પણ સામેલ છે. 2021ના સૌથી પ્રભાવશાળી નેતાઓના લિસ્ટમાં સૌથી ચોંકાવનારૂ નામ તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાબરનું છે. અફઘાનિસ્તાનની વર્તમાન તાલિબાન સરકારમાં બરાદરને નાયબ પ્રધાનમંત્રીનું પદ આપવામાં આવ્યું છે.
ટાઇમના લિસ્ટમાં આ લોકો સામેલ
બુધવારે જારી 2021ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ, ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેધન સામેલ છે. આ સિવાય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલના પ્રધાનમંત્રી નેફ્ટાલી બેનેટ, ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને ટેલ્સાના સીઈઓ એલન મસ્કનું નામ સામેલ છે.
કોણ છે મુલ્લા અબ્દુલ ગની બરાદર
ત્રણ વર્ષ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ તાલિબાન નેતા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધના નિર્વિવાદ વિજેતા બનીને સામે આવ્યા. આ તે ચહેરો છે જેને તાલિબાને દુનિયાના દરેક દેશની સાથે વાતચીતમાં સામે રાખ્યો હતો. અફઘાનિસ્તાનના ઉરૂજગાન પ્રાંતનો એક જિલ્લો છે ડેહ રાહવુડ અને આ જિલ્લાના વિતમાક ગામમાં આશરે 1968માં અબ્દુલ ગની બરાદરનો જન્મ થયો હતો. આ વિસ્તારનો એક કબીલા છે પોપાલજઈ અને આ કબીલાની એક ઉપશાખા સદોજઈ કબીલા સાથે સંબંધ રાખનાર અબ્દુલ ગની બરાદર દુર્દાની પશ્તૂન છે. એવું કહેવામાં આવે છે કે મોહમ્મદ ઉમરની સાથે તેની દોસ્તી કિશોરાવસ્થામાં થઈ હતી.
આ પણ વાંચોઃ UNHRC ની બેઠકમાં ભારતના નિશાને પાક, કહ્યું- તે આતંકીઓનું સમર્થન કરવા માટે જાણીતું છે
બરાદરનો બનેવી હતો મુલ્લા ઉમર
અબ્દુલ ગની બરાદરની જવાની અફઘાનિસ્તાનના સતત અને નિર્મમ સંઘર્ષની કહાની છે. 1968માં ઉરુજગાન પ્રાંતમાં જન્મેલા બરાદર શરૂથી ધાર્મિક રૂપથી ખુબ કટ્ટર હતા. બરાદરે 1980ના દાયકામાં સોવિયત સંઘ વિરુદ્ધ અફઘાન મુઝાહિદીનમાં લડાઈ લડી હતી. 1992માં રશિયનોને ભગાડ્યા બાદ અફઘાનિસ્તાન વિરોધી સરદારોની વચ્ચે ગૃહયુદ્ધમાં ઘેરાયું હતું. ત્યારબાદ બરાદરે પોતાના પૂર્વ કમાન્ડર અને બનેલી, મુલ્લા ઉમરની સાથે કંધારમાં એક મદરેસાની સ્થાપના કરી હતી.
મુલ્લા ઉમરની સાથે મળી તાલિબાનની સ્થાપના કરી
ત્યારબાદ મુલ્લા ઉમર અને મુલ્લા બરાદરે એક સાથે મળી તાલિબાનની સ્થાપના કરી હતી. તાલિબાન શરૂઆતથી દેશના ધાર્મિક શુદ્ધિકરણ અને એક અમીરાતના નિર્માણ માટે સમર્પિત યુવા ઇસ્લામી વિદ્ધાનોના નેતૃત્વમાં એક આંદોલન હતું. શરૂઆતમાં તો બધુ શાંતિપૂર્વક ચાલ્યું, પરંતુ બાદમાં જૂથે હથિયાર ઉઠાવી લીધા અને પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈના સહારે તે હિંસક આંદોલનમાં બદલાયું હતું. 1996 આવતા-આવતા તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી અમીરાતની સ્થાપના કરી હતી.
1996માં પણ તાલિબાનના રણનીતિકાર હતા બરાદર
મુલ્લા ઉમર બાદ તાલિબાનના બીજા નેતા અબ્દુલ ગની બરાદરને પ્યારે પણ જીતના હીરો માનવામાં આવ્યા. કહેવામાં આવે છે કે તાલિબાન માટે બરાદરે ત્યારે રણનીતિ બનાવી હતી. બરાદરે પાંચ વર્ષના તાલિબાનના શાસનમાં સૈન્ય અને વહીવટી ભૂમિકા નિભાવી હતી. 2001માં જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે બરાદર દેશના ડેપ્યુટી રક્ષામંત્રી હતા. તાલિબાનના 20 વર્ષના વનવાસ દરમિયાન બરાદરને એક શક્તિશાળી સૈન્ય નેતા અને એક સૂક્ષ્મ રાજનીતિક સંચાલક હોવાની પ્રતિષ્ઠા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube