કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારનું નેતૃત્વ મુલ્લા મોહમ્મદ હસન અખુંદને આપવાની તૈયારી છે. તે અત્યાર સુધી તાલિબાનની સર્વોચ્ચ નિર્ણયકારી સંસ્થા 'રહબરી શૂરા'ના પ્રમુખ રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે તાલિબાનના મુખિયા મુલ્લા હેબતુલ્લાહ અખુંદજાદાએ હસનને આ જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય મુલ્લા અબ્દુલ ગની બરાદરને તેમના ડેપ્યુટી બનાવવાનો નિર્ણય થયો છે. બરાદરની સાથે મુલ્લા અબદસ સલામને પણ હસન અખુંદના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા સૂત્રોના હવાલાથી ધ ન્યૂઝ ઇન્ટરનેશનલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આગામી સપ્તાહ સુધી સરકાર રચનાની જાહેરાત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલ્લા હસન હાલ તાલિબાનની સર્વોચ્ચ નિર્ણયકારી સંસ્થા રહબરી શૂરાના પ્રમુખ છે. અખબાર પ્રમાણે મુલ્લા હસન કંધારના રહેવાની છે, જ્યાંથી તાલિબાનનો જન્મ થયો હતો. તે તાલિબાનના સંસ્થાપક સભ્યોમાંથી એક રહ્યા છે. તે 20 વર્ષ સુધી રહબરી શૂરાના હેડ રહ્યા છે અને તેને હેબતુલ્લાહ અખુંદજાદાના વિશ્વસનીય માનવામાં આવે છે. તાલિબાનની 1996ની પાછલી સરકારમાં હસન વિદેશ મંત્રી અને ડેપ્યુટી પ્રધાનમંત્રીના પદ પર હતા. અખબાર પ્રમાણે તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકૂબને ડિફેન્સ મિનિસ્ટરની જવાબદારી મળી શકે છે. 


આ પણ વાંચોઃ પાકિસ્તાન વિરુદ્ધ દેખાવોથી તાલિબાન ધૂંધવાયું, લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી


મુલ્લા ઉમરના પુત્રને મળી શકે છે રક્ષા મંત્રાલય
યાકૂબ મુલ્લા હેબતુલ્લાના વિદ્યાર્થી રહ્યા છે. આ સરકાર ગઠનની ખાસ વાત છે કે તાલિબાનના એક અન્ય જૂથ હક્કાની નેટવર્કના નેતા સિરાઝુદ્દીન હક્કાનીને હોમ મિનિસ્ટરની જવાબદારી મળી શકે છે. તે જલાલુદ્દીન હક્કાનીના પુત્ર છે, જેણે સોવિયત યૂનિયન વિરુદ્ધ લડાઈનું નેતૃત્વ કર્યુ હતું. તો અમીર ખાન મુત્તકીને વિદેશ મંત્રી બનાવવાની તૈયારી છે. સિરાજુદ્દીન હક્કાનીને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવ્યા છે. એફબીઆઈની વેબસાઇટ પ્રમાણે અમેરિકી વિદેશ મંત્રાલયે સિરાજુદ્દીન હક્કાનીની જાણકારી આપવા પર 50 લાખ અમેરિકી ડોલર આપવાની જાહેરાત કરી હતી. અમેરિકી એજન્સીઓ પ્રમાણે સિરાજુદ્દીન પાકિસ્તાનમાં રહે છે. 


સિરાજુદ્દીનને મળી શકે છે હોમ મિનિસ્ટરની જવાબદારી, અમેરિકાએ જાહેર કરી છે આતંકી
હક્કાની પાકિસ્તાનના નોર્થ વજીરિસ્તાન વિસ્તારમાં રહે છે. આ સિવાય તેના આતંકી સંગઠન અલકાયદા સાથે પણ સારા સંબંધ રહ્યા છે. કાબુલની એક હોટલમાં 2008માં થયેલા આતંકી હુમલામાં સિરાજુદ્દીન હક્કાની વોન્ટેડ રહ્યો છે. આ હુમલામાં એક અમેરિકી નાગરિક સહિત 6 લોકોના મોત થયા હતા. માનવામાં આવી રહ્યુ છે કે હક્કાનીએ પાકિસ્તાનમાં બેસીને અફઘાનિસ્તાનમાં ઘણા આતંકી હુમલા કર્યા છે, જેમાં અમેરિકી અને નાટો સેનાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ સિવાય 2008માં હામિદ કરઝાઈની હત્યાનું ષડયંત્ર રચવાના મામલામાં પણ સિરાજુદ્દીનની સંડોવણી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube