તાઇવાનઃ યુએસ સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પહોંચવાની સાથે દુનિયાની ધડકનો તેજ થઈ ગઈ છે. તેમ લાગી રહ્યું છે કે વધુ એક યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નેન્સી પેલોસીના આ પ્રવાસથી ચીન ગભરાયું છે. તે ધમકીઓ આપી રહ્યું છે કે હવે અમેરિકા અને તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનાર અલગાવવાદી તાકાતોએ કિંમત ચુકવવી પડશે. ચીને જણાવ્યું કે તે તાઇવાન આસપાસ ટાર્ગેટેડ મિલિટ્રી ઓપરેશન કરશે. તેવામાં દુનિયા પર વધુ એક યુદ્ધનો ખતરો મંડરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાએ રશિયા-યુક્રેન યુદ્ધ જોયું હતું. એક એવું યુદ્ધ જે હતુ સમાપ્ત થયું નથી. આ યુદ્ધમાં યુક્રેન બરબાદ થઈ ગયું છે, તો રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ માટે પણ અમેરિકાને જવાબદાર માનવામાં આવે છે. 


તે મામલામાં રશિયા વારંવાર યુક્રેનને ચેતવણી આપી રહ્યું હતું કે તે નાટોથી દૂર રહે. પરંતુ અમેરિકાના સપોર્ટથી યુક્રેન નાટોમાં સામેલ થવા પર અડિગ રહ્યું. તેના પર ભડકેલા પુતિને યુક્રેન પર હુમલો કરી દીધો. તો અમેરિકા બહારથી યુક્રેનની મદદ કરતું રહ્યું પરંતુ સીધુ યુદ્ધમાં ઉતર્યું નહીં, જેનું નુકસાન યુક્રેને ભોગવવું પડ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube