નવી દિલ્હી: અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાન (Iran) ના જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના મોત બાદ અમેરિકા (America) અને ઈરાન વચ્ચે વધતા તણાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે વાત કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી (PM Modi) એ ટ્રમ્પને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વડાપ્રધાને આપસી હિતોને પ્રોત્સાહન આપનારા ક્ષેત્રોમાં સહયોગની વાત કરી. ભારત અને અમેરિકાના સંબંધો મજબુત થયા છે. ગત વર્ષે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આપસી હિતોના ક્ષેત્રમાં વડાપ્રધાને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 


ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાયું તો પાકિસ્તાન કોનો સાથ આપશે? સેનાએ આપ્યો જવાબ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના આદેશ પર ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોપ્સના કમાન્ડર સુલેમાની પર 3 જાન્યુઆરીએ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો  બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર કરવામાં આવ્યો. આ હુમલાની ઈરાનમાં વ્યાપક ટીકા થઈ છે. દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ અને રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરિકા જોડે  બદલો લેવાનો સંકલ્પ કર્યો છે. 


જુઓ LIVE TV


ઈરાને કર્યું એલાન એ જંગ! ટ્રમ્પે ફરીથી આપી ધમકી, જો હુમલો થયો તો એવો જવાબ આપીશું કે...


જો કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સુલેમાની દિલ્હીથી લઈને લંડન સુધી ઈરાની ઓપરેશનો માટે જવાબદાર હતો. 2012માં દિલ્હીમાં ઈઝરાયેલી રાજનયિકની ગાડી પર હુમલો થયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિની આ વાતને તેને જોડીને જોવામાં આવી રહી છે. ભારતે તે સમયે ઈરાનને ચેતવ્યું પણ હતું કે તે અહીં કોઈ પણ પ્રકારની ગતિવિધિઓને અંજામ ન આપે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube