વુહાન: ચીનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત ભારત માટે ખુબ ફાયદાકારક સાબિત થવાની છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ ભારત અને ચીન વચ્ચે આજે અફઘાનિસ્તાનમાં એક સયુંક્ત આર્થિક પરિયોજના પર સહમતિ બની ગઈ છે. આ પ્રોજેક્ટ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC)નો તોડ ગણવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ભારતને આકરો એતરાઝ છે. કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થશે. શિખર સંમેલનમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ અને આતંકવાદ ઉપર પણ ચર્ચા થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી અને શી જિનપિંગ સરહદ પર શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા સહમત-વિદેશ મંત્રાલય


કેટલાક મહત્વના મુદ્દાઓ પર બની વાત
બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે મુલાકાત બાદ ભારતીય વિદેશ સચિવ ગોખલેએ મીડિયાને સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચાર બેઠકો થઈ અને તેમાં બંને દેશો સરહદ પર શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે  તે અંગે સહમત થયાં. તેમણે કહ્યું કે જે સમયે પીએમ મોદી ચીન માટે રવાના થયા હતાં તે વખતે જ નક્કી થયું હતું કે કોઈ સમાધાન કરાશે નહીં. પરંતુ બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર સહમત થયા છે.


પીએમ મોદી અને શી જિનપિંગે ચાની ચુસ્કીઓ લેતા લેતા કરી 'વર્લ્ડ ઈકોનોમી' પર ચર્ચા


'વર્લ્ડ ઈકોનોમી' પર થઈ ચર્ચા
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજે ઘણો સમય સાથે પસાર કર્યો. પહેલા તો બંને નેતાઓ વુહાનની સૌથી જાણીતા લેકના કિનારે ટહેલ્યા અને  ત્યારબાદ બોટિંગની મજા માણી. બોટની સવાર દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગે ચા પીધી અને 'વર્લ્ડ ઈકોનોમી' પર ચર્ચા કરી.