બીજિંગ: ચીનની સરકારી મીડિયાએ લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજીવાર ભાજપ સત્તામાં આવશેની ભવિષ્યવાણી કરી છે. ચીન સરકારના મુખપૃષ્ઠ ગણતા ‘ગ્લોબલ ટાઇમ્સ’એ કહ્યું છે કે, પીએમ મોદીના રાજકીય કદ સામે હાલમાં ભારતનો કોઇ નેતા નથી. ભાજપનું સંગઠન વિપક્ષ કરતા સારૂ છે, એટલા માટે વાપસીની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સિદ્ધૂની ફરી વિવાદિત બોલી, કહ્યું- ‘છક્કો’ મારી ભાજપને સત્તામાંથી બહાર કરો


ગ્લોબલ ટાઇમ્સના એક આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે, ‘ભારતમાં 11 એપ્રિલથી ચૂંટણી થઇ રહી છે અને દરેકની નજર 23 મે એટલે પરિણામના દિવસ પર રહેલી છે. ચૂંટણીમાં આ વાતની સંપૂર્ણ આશા છે કે પીએમ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી સંસદમાં સૌથી મોટો દળ તરીકે આગળ આવશે. પીએમ મોદીના રાજકીય કદ જેવો કોઇ નેતા નથી. ભાજપની ફંડિગ શક્તિ અને સંગઠનની તાકાત વિપક્ષથી સારી છે. એવામાં લાગે છે કે, પીએમ મોદીની ફરીવાર સત્તામાં વાપસીની સંભાવના છે.’


વધુમાં વાંચો: નાગરિકતાના સવાલ પર રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે આપી નોટિસ


મોદીની કૂટનીતિક વારસો ચાલુ રહેવો જોઇએ, ચૂંટણી પરિણામ જે પણ હોય, મુખપૃષ્ઠમાં લખવામાં આવેલા આર્ટિકલમાં પીએમ મોદી દ્વારા દુનિયાના દેશોની સાથે કરવામાં આવેલી કૂટનીતિક પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. તેમાં પીએમ મોદીને ‘વ્યાવહારિક’ નેતા જણાવતા સાર્ક અને ચીનની સાથે સંબંદોને મજબૂત કરવાના પ્રયાસો માટે મોદીની પ્રશંસા કરવામાં આવી છે. આ સાથે જ પીએમ મોદી અને શી ચિનફિંગે ગત વર્ષે વુહાનમાં અનૌપચારિક વાતચીતનો વિશેષ ઉલ્લેખ કરતા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ચૂંટણી પરિણામ ભલે જે પણ હોય પરંતુ ભારત અને ચીનની વચ્ચે રાજનીતિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધ પ્રગાઢ હોવા જોઇએ.


વધુમાં વાંચો: સુપ્રીમ કોર્ટમાં રાફેલ કેસની સુનાવણી, કેન્દ્રએ સુનાવણી સ્થગિત કરવા કર્યો અનુરોધ


વુહાન બેઠકને એક વર્ષ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વુહાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી ચિનફિંગની વચ્ચે ‘અનૌપચારિક બેઠક’ને એક વર્ષ થવા પર મધ્ય ચીન શહેરમાં સપ્તા ભર ચાલનારા ભારત મહોત્સવનું આયોજન કરી રહ્યાં છે. મોદી-શીની વચ્ચે 27-28 એપ્રિલ 2018 ના રોજ થયેલી બેઠકને એક વર્ષ થવા પર ભારતે વુહાનમાં ભારતના રંગ (કલર્સ ઓફ ઇન્ડિયા) સપ્તાહની શરૂઆત કરી છે. તે દરમિયાન નૃત્ય પ્રસ્તુતિ, સિનેમાનું પ્રદર્શન, ફોટો પ્રદર્શન અને વ્યાપાર તથા પર્યટનને વધારો આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


વધુમાં વાંચો: આચાર સંહિતા ભંગ કેસ: PM મોદી અને અમિત શાહ વિરૂદ્ધ SC પહોંચી કોંગ્રેસ, આજે સુનાવણી


ચીનમાં ભારતીય દૂત વિક્રમ મિસરી અને વુહાનના પ મેયર ચેન શીઝિને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, બીજિંગમાં ભારતીય દૂતાવાસ અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (આઇસીસીઆઇ), નવી દિલ્હી હુબેઇ પ્રાંતીય સરકાર અને વુહાન નગર સરકારના સહયોગથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાઇના આર્ટ એસોસિએશને પણ તેમાં મદદ કરી હતી.
(ઇનપુટ: એજન્સી ભાષાથી પણ)


જુઓ Live TV:-
વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...