નાગરિકતાના સવાલ પર રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે આપી નોટિસ
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલી એક ફરિયાદને લઇને તેમને નોટિસ ફટકારવામાં આવી છે
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલી એક ફરિયાદને લઇને તેમને નોટિસ ફટકારવામાં આવી છે કે, તેઓ 15 દિવસની અંદર તેમનો જવાબ આપે. આ નોટિસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે આપવામાં આવી છે. જોકે, મંત્રાલયની તરફથી તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
ગૃહ મંત્રાલયના નિયામક (નાગરિકતા)ની તરફથી રાહુલ ગાંધીને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની તરફથી એક ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2003માં બેકઓપ્સ લિમિટેડના નામથી યુનાઇટેડ કિંગડમમાં એક કંપની રજિસ્ટર્ડ થઇ. જનું સરનામું 51 સાઉથગેટ સ્ટ્રિટ, વિંચસ્ટર, હૈપશાયર SO23 9EH છે અને તમે તે કંપનીના ડિરેક્ટર્સ અને સેક્રેટરીમાંથી એક છો.
આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કંપની દ્વારા 10 ઓક્ટોબર 2005 અને 31 ઓક્ટોબર 2006 એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવામાં આવી હતી. જેમાં તમારી જન્મતિથિ 19 જૂન, 1970 જણાવવામાં આવી છે અને તેમાં તમે જણાવ્યું છે કે, તમારી નગરિકતા બ્રિટિશ છે. નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીની તરફથી જાહેર વધુ એક આવેદનમાં તમારી નગરિકતા બ્રિટિશ જણાવવામાં આવી છે. આ વિશે તમે તમારો જવાબ 15 દિવસની અંદર દાખલ કરો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે