આચાર સંહિતા ભંગ કેસ: PM મોદી અને અમિત શાહ વિરૂદ્ધ SC પહોંચી કોંગ્રેસ, આજે સુનાવણી
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આદર્શ આચાર સંહિતા ભંગનો આરોપ લગાવનાર કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આદર્શ આચાર સંહિતા ભંગનો આરોપ લગાવનાર કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવશે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દવેએ સુપ્રીમ કોર્ટમાં અરજી સાથે માગ કરી છે કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને આદેશ કરે કે તેઓ પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગના મામલે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના પર ચૂંટણી પંચ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે. કોંગ્રેસનો આરોપ છે કે, પીએમ મોદી અને અમિત શાહએ વોટ માગવા માટે સશસ્ત્ર દળો અને રક્ષા કર્મિઓનો ઉલ્લેખ કર્યો છે.
તમને જણાવી દઇએ કે, સુષ્મિતા દેવ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની અધ્યક્ષ છે. વર્તમાન સમયમાં તેઓ આસામના સિલચર લોકસભા બેઠક પરથી સાંસદ છે અને 17મી લોકસભા માટે ત્યાંના ઉમેદવાર પણ છે. ઉલ્લેખનીય છે કે, ચોથા તબક્કા માટે સમગ્ર દેશની 72 લોકસભા બેઠક પર મતદાન થઇ ગયું છે. 9 રાજ્યોની આ બેઠક પર લગભગ 943 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થવાનો છે.
આ પહેલા કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદી અને અમિત શાહએ ચૂંટણી દરમિયાન દરેક દળને સમાન તકના મુદ્દાને લઇને છેતરપીંડી કરી છે. સિંઘવીએ આ મામલે ચૂંટણી પંચના મૌનને લઇને સવાલ પણ ઉઠાવ્યો હતો.
તેમણે ચૂંટણી પંચથી આ સવાલ કર્યો હતો કે, શું મોદી અને અમિત શાહ ચૂંટણી આચાર સંહિતાના દયરાથી બહાર છે. સિંઘવીએ ચૂંટણી પંચને ‘ઇલેક્શન ઓમિશન’ કહેતા આચાર સંહિતાને ‘મોદી કોડ ઓફ કંડક્ટ’ કહ્યું હતું. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, બંને નેતા આચાર સંહિતાનો વ્યાપક રીતથી ભંગ કરતા, તેમના ભાષણોમાં વોટનું ધ્રુવીકરણ, ચૂંટણી પ્રચાર દરમિયાન સશસ્ત્ર દળોનો ઉલ્લેખ અને મતદાનના દિવસે રેલીઓ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે