ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વડાપ્રધાન(Ex. PM) નવાઝ શરીફ(Nawaz Sharif) છેલ્લા ઘણા સમયથી બિમાર છે. તેમના પ્લેટલેટ્સ ઘટી ગયા છે અને તે વધવાનું નામ લેતા નથી. હવે તેમને વધુ ઈલાજ માટે 16 ડિસેમ્બરના રોજ અમેરિકા(America) લઈ જવામાં આવે તેવી સંભાવના છે. પારિવારિક સૂત્રોએ આ માહિતી આપી છે. ડોન ન્યૂઝના અનુસાર, નવાઝ શરીફ 20 નવેમ્બરથી લંડનમાં તેમના પુત્ર હસન નવાઝના એવનફીલ્ડ ફ્લેટમાં રહે છે. આમ, હવે નવાઝ શરીફ માત્ર 'દુઆઓ'ના સહારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના(Pakistan) ડોક્ટરો દ્વારા હાથ ઊંચા કરી લીધા પછી સરકારની વિશેષ મંજુરી હેઠળ તેમને ઈલાજ માટે લંડન(London) લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, ઈમ્યુન સિસ્ટમ ડિસ-ઓર્ડરની સમસ્યાનો સામનો કરી રહેલા નવાઝ શરીફની(Nawaz Sharif) પ્લેટલેટ્સ ઘણી ઘટી ગઈ છે. શરીફની આ બિમારીનો ઈલાજ લંડનમાં(London) પણ નથી. આથી, હવે તેમને અમેરિકા(America) લઈ જવા પડશે. 


નવાઝ શરીફ 7 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. શરીફને 27 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તબિબિ આધારે 8 અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. 


ડોન ન્યુઝ અનુસાર, ત્યાર પછી લાહોર હાઈકોર્ટે સરકારને સુચના આપી હતી કે તેઓ ચાર અઠવાડિયા માટે નવાઝ શરીફના નામને એક્ઝિક કન્ટ્રોલ લિસ્ટમાંથી દૂર કરે, જેથી તેઓ વિદેશમાં ઈલાજ માટે જઈ શકે. મેડિકલ બોર્ડની સુચનાના આધારે પાકિસ્તાનમાં ઈલાજ શક્ય ન હોવાના કારણે શરીફને ઈલાજ માટે વિદેશ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....