pakistan

પાકિસ્તાનમાં PM Modi ના પોસ્ટર લઇને રસ્તા પર ઉતર્યા લોકો, જાણો શું છે મામલો

પાકિસ્તાન (Pakistan)માં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ઉપરાંત વિશ્વના અન્ય નેતાઓની તસવીર હાથમાં લઇને સિંધુદેશ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી અને હસ્તક્ષેપ કરવાની માંગ કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઝાદીના સમર્થનમાં પણ નારા લગાવ્યા. 

Jan 18, 2021, 02:33 PM IST

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીને બનાવ્યો નવો રસ્તો, ભારતે ઇન્ડો-પેસિફિકમાં કસી કમર

ચીને (China) એક રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે જે 800 કિલોમીટરના કારાકોરમ હાઇવેને (Karakoram Highway) પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનના (Gilgit-Baltistan) એસ્ટર સાથે જોડશે

Jan 16, 2021, 11:38 PM IST

Jammu-Kashmir માં આતંકવાદી હુમલા માટે Social Media નો ઉપયોગ, Pakistan કરી રહ્યું છે મોટું કાવતરું

તમને જણાવી દઇએ કે એજન્સીઓએ લગભગ 100 એવા એકાઉન્ટ્સ (Fake Social Media Accounts)ની ઓળખ કરી છે, જે ટેલીગ્રામ (Telegram), ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) પર એક્ટિવ છે.

Jan 13, 2021, 04:31 PM IST

પાક-ચીનની જુગલબંધી મોટો ખતરો, ટકરાવની આશંકા નકારી શકાય નહીંઃ આર્મી ચીફ

આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યુ કે, દેશની સેના ન માત્ર પૂર્વી લદ્દાખમાં પરંતુ ઉત્તરી બોર્ડર પર પણ હાઈ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતું.

Jan 12, 2021, 12:33 PM IST

Blackout in Pakistan: પાકિસ્તાનમાં વીજળી ડૂલ, ઈસ્લામાબાદ અને કરાચી સહિત અનેક શહેરો અંધારામાં ડૂબ્યા

પાકિસ્તાન (Pakistan) માં શનિવારે મોડી રાતે અચાનક વીજળી ગૂલ થઈ ગઈ અને અનેક શહેરો અંધારામાં ડૂબ્યા. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિક્વન્સીમાં અચાનક આવેલા ઘટાડાના કારણે બ્લેકઆઉટ થઈ ગયું.

Jan 10, 2021, 08:18 AM IST

Pakistan માં હિંદુ મહિલા ટીચરને બળજબરીપૂર્વક કબૂલ કરાવ્યો ઇસ્લામ, નામ બદલીને રાખ્યું આયશા

પાકિસ્તાન (Pakistan)માં અલ્પસંખ્યકો (Minorities) સાથે જુલ્મ સતત વધી રહ્યા છે. તાજા કેસમાં બલૂચિસ્તાન (Balochistan)ની એક મહિલા ટીચરનું બળજબરી ધર્મ પરિવર્તન  (Forced Conversion) કરાવવામાં આવ્યું છે.

Jan 9, 2021, 03:38 PM IST

Jammuને અડીને પાકિસ્તાની વિસ્તારમાં Terroristsનો ભારે જમાવડો, BSF એલર્ટ પર

ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં ઠંડા વાતાવરણ અને બરફવર્ષાને કારણે ગઈકાલે LoCના માર્ગો દ્વારા આતંકવાદીઓ (Terrorists)ને કાશ્મીર (Kashmir)માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Jan 5, 2021, 04:56 PM IST

ભાગેડુ Zakir Naik એ ફરીથી ઝેર ઓક્યું, મંદિર તોડવાની નાપાક હરકતનું કર્યું સમર્થન 

ભાગેડુ ઝાકિર નાઈકે (Zakir Naik) પાકિસ્તાન (Pakistan) માં મંદિર તોડવાની ઘટનાનું સમર્થન કર્યું છે. હંમેશા પોતાના નિવેદનોથી વિવાદનો મધપૂડો છેડનારા ઝાકિર નાઈકે કહ્યું કે ઈસ્લામિક દેશમાં મંદિર હોવું જોઈએ નહીં અને જો કોઈ ઈસ્લામિક દેશમાં મંદિર હોય તો પણ તેને તોડી નાખવું જોઈએ. 

Jan 3, 2021, 10:30 AM IST

પાકની ખૈબર પખ્તુનખ્વા સરકારે દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક ઘરોની ખરીદી માટે 2.35 કરોડ મંજૂર કર્યા

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે સપ્ટેમ્બરમાં જર્જરિત હાલતમાં આવી ચુકેલી આ ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણ માટે પૈતૃક ઘરોને ખરીદવાનો નિર્ણય લીધો હતો.

Jan 2, 2021, 07:37 PM IST

લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકીઉર-રહમાન લખવીની ધરપકડ

Zaki-ur-Rahman Lakhvi arrested: પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ચીફ ઝકી-ઉર-રહમાન લખવીની ટેરર ફન્ડિંગ મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
 

Jan 2, 2021, 03:56 PM IST

Hindu Temple માં તોડફોડ મુદ્દે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી,ભર્યું આ પગલું

ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) સ્થિત આ મંદિરમાં તોડફોડનો પ્રથમ મામલો નથી. આ પહેલાં 1997માં પણ અહીંયા હુમલો થયો હતો અને પછી 2015માં મંદિરને ફરી બનાવવામાં આવ્યું હતું.

Jan 1, 2021, 04:34 PM IST

પાકિસ્તાનઃ હિન્દુ મંદિરમાં તોડફોડ, આગકાંડના મુખ્ય આરોપી મૌલવી મોહમ્મદ શરીફની ધરપકડ

સ્ટેશન ઈન્ચાર્જ રહમતુલ્લા ખાને જણાવ્યુ કે, ખૈબર પખ્તુનખ્વામાં કરક ડિલ્લાના ટેરી ગામમાં મંદિર પર હુમલા બાદ કટ્ટરપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના નેતા રહમત સલાવ ખટ્ટક સહિત 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Dec 31, 2020, 09:37 PM IST

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઐતિહાસિક મંદિરને ટોળાએ તોડી નાખ્યું, લગાવી આગ

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનીક મૌલવીઓની આગેવાનીમાં ટોળાએ એક હિંદુ મંદિરને તોડી દીધું હતું. એટલું જ નહીં કટ્ટરપંથીઓની ભીડે મંદિરને આગના હવાલે કરી દીધું હતું. 

Dec 30, 2020, 10:40 PM IST

વાયુ સેના પ્રમુખની ચીનને ચેતવણી, કહ્યું- ભારત સામે ટકરાવ સારો નથી, અમે જવાબ આપવા તૈયાર

વાયુ સેના પ્રમુખે કહ્યું કે, લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર મોટી સંખ્યામાં ચીનના સૈનિક તૈનાત છે. તેની પાસે રડાર, જમીનથી હવામાં માર કરનાર અને સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઇલની મોટી હાજરી છે. તેની તૈનાતી મજબૂત રહી છે, પરંતુ આપણે પણ જરૂરી કાર્યવાહી કરી છે. 

Dec 29, 2020, 07:13 PM IST

પ્રધાનમંત્રી ઇમરાન ખાને 31 જાન્યુઆરી સુધી પદ ન છોડ્યું તો ઇસ્લામાબાદ કુચ કરીશુંઃ બિલાવલ ભુટ્ટો

પીડીએમ 11 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પુણ્યતિથિ નિમિતે આયોજીત રેલીને સંબોધિત કરતા બિલાવલે ઇમરાન સરકારને જરૂરી વસ્તુઓના ભાવ વધારા માટે જવાબદાર ઠેરવી છે.
 

Dec 28, 2020, 10:24 PM IST

મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાનું કોરોનાથી મોત

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ના ભત્રીજાનું કોરોના વાયરસ (Coronavirus)ને કારણે મોત થયું છે. સિરાજ કાસ્કર (Siraj Kaskar) પાકિસ્તાન (Pakistan)માં રહેતા હતા. ગયા અઠવાડિયે, તેમને કોરોનાનાં લક્ષણો મળ્યા બાદ કરાચી (Karachi)ની 24 સશેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Dec 25, 2020, 11:50 PM IST

PAKએ ફરી દેખાડ્યો પોતાનો રંગ, શાહ મહમૂદ કૂરેશીએ ભારત માટે કહી આ વાત

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, વર્તમાનમાં જે સ્થિતિ છે તેમાં ભારતની સાથે રાજદ્વારી વાતોની કૌઈ સંભાવના નથી. એક મીડિયા રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે

Dec 25, 2020, 06:40 PM IST

પાકિસ્તાનમાં ભોજન પકાવવા ગેસ નથી, નવા વર્ષ પર ઇમરાન સરકારની સામે મહાસંકટ

પાકિસ્તાનમાં ગેસ સંકટ વધુ તીવ્ર બની રહ્યું છે. દેશમાં સપ્લાઈની કમીને કારણે આ સંકટ જાન્યુઆરીમાં વિકરાળ રૂપ લઈ શકે છે. ઘણા રાજ્યોમાં ગેસ અત્યારે પણ ઓછો મળી રહ્યો છે. 

 

Dec 21, 2020, 04:34 PM IST

ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાન બોલ્યા PM નરેન્દ્ર મોદી કરી શકે છે 'સર્જિકલ સ્ટ્રાઇક'

ઇમરાન ખાને એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે, હું આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરે છે તો પાકિસ્તાન પણ ચુપ નહીં બેસે અને ભારતને દરેક મોર્ચા પર જવાબ આપશે. 
 

Dec 20, 2020, 10:25 PM IST

વિશ્વમાં 7.60 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નવા ચાર લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં 2500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 1.76 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3,16,144 લોકોના મૃત્યુ થયા છે.
 

Dec 20, 2020, 08:27 PM IST