કાઠમંડુઃ ભારત અને નેપાળ વચ્ચે વિવાદ થોભે તેવું લાગી રહ્યું નથી. નેપળ સરકારે નવા રાજકીય નકશાના સંબંધમાં સંશોધન બિલ પોતાની સંસદમાં રજૂ કર્યું છે. નેપાળના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નકશાના સંબંધમં બિલ રજૂ કર્યું છે. નેપાળે આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસથી નેપાળની સાથે ભારતના સંબંધમાં તણાવ વધ્યો છે. પરંતુ નેપાળ ભારતનું જૂનુ મિત્ર રહ્યું છે. નેપાળી કોંગ્રેસ નેપાળના નકશાને અપડેટ કરવા માટે બંધારણ સંશોધનનું સમર્થન કરી રહી છે. લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીના વિવાદિત ક્ષેત્રને પોતાના ક્ષેત્રમાં સામેલ કરવા ઈચ્છે છે. આ પગલું નેપાળના નકશાને બદલવા માટે ભરવામાં આવ્યું છે. 


જ્યારે નેપાળે પોતાના નવા રાજકીય નકશામાં ભારતીય ક્ષેત્રને પોતાનો ભાગ દર્શાવ્યો હતો ત્યારે ભારત તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, નેપાળે ભારતની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. 


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, અમે નેપાળ સરકારને અપીલ કરીએ છીએ કે તે આવા બનાવટી કાર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાથી બચે. સાથે ભારતની સંપ્રભુતા અને શ્રેત્રીય અખંડતાનું સન્માન કરે. 


વિશ્વમાં કોરોનાઃ બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર કેસ, વિશ્વમાં અત્યાર સુધી 61.54 લાખ સંક્રમિત, મૃત્યુઆંક 3.70 લાખ


શું છે વિવાદનું કારણ?
નેપાળ સરકારે નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાન પણ સામેલ કરવા પર ભારતનો વિરોધ છે. નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળનો આ સંશોધિત નકશો જારી કર્યો હતો. જે સમયે નકશો જારી કરવામાં આવ્યો હતો, તે સમયે હાજર કેબિનેટ સભ્યોએ આ નકશાાના સમર્થનમાં મત આપ્યો હતો. તો ભારતે તત્કાલ વિરોધ નોંધાવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે ભારતે 8 મેએ ઉત્તરાખંડના લિપુલેખથી કૈલાશ માનસરોવર માટે રસ્તાનું ઉદ્ધાટન કર્યું હતું. તેને લઈને નેપાળ તરફથી મોટી પ્રતિક્રિયા સામે આવી હતી. ઉદ્ઘાટન બાદ નેપાળ સરકારે નવો રાજકીય નકશો જારી કરવાનો નિર્ણય લીધો હતો. નેપાળે ભારતના ક્ષેત્રોને પણ પોતાના દર્શાવી દેખાડ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર