કાઠમંડુઃ ભારતની સાથે સરહદ વિવાદના મુદ્દે વાતચીતનો રાગ આલાપતું નેપાળ હવે પોતાના વિવાદિત નકશાને બીજી જગ્યાએ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નેપાળના જમીન મેનેજમેન્ટ મંત્રાલય અનુસાર, દેશના નવા નકશાને અંગ્રેજીમાં પ્રકાશિત કર્યાં બાદ તેને સંયુક્ત રાષ્ટ્ર અને ગૂગલને મોકલવામાં આવશે. નવા નકશામાં ભારતના લગભગ 355 કિલોમીટર ભૂ-ભાગને નેપાળમાં દેખાડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળના નકશાનો અંગ્રેજીમાં થઈ રહ્યો છે અનુવાદ
નેપાળી મીડિયા માય રિપબ્લિકાના રિપોર્ટ અનુસાર, નેપાળી જમીન મેનેજમેન્ટ વિભાગના મંત્રી પદ્મા આર્યલે કહ્યું કે, અમે જલદી આંતરરાષ્ટ્રીય સમુદાયને નકશો મોકલીશું, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળના ભાગમાં દેખાડવામાં આવ્યા છે. આ માટે અમે નકશામાં પ્રયોગ કરવામાં આવેલા શબ્દોને ઇંગ્લિશમાં બદલવાનું કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું, અમે ઓગસ્ટના મધ્ય સુધી આંતરરાષ્ટ્રીય જગતને નવો નકશો સોપી શકીએ છીએ. 


13 જૂને નેપાળી સંસદમાં પાસ થયેલો વિવાદિત નકશો બાદમાં ભારતની સાથે સરહદ વિવાદ વચ્ચે નેપાળે ચાલ ચાલતા 20 મેએ કેબિનેટમાં નવો નકશો રજૂ કર્યો હતો. જેને નેપાળી સંસદની પ્રતિનિધિ સભાએ 13 જૂને પોતાની મંજૂરી આપી દીધી હતી. તેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળના ભાગમાં દેખાડવામાં આવ્યા છે. તો ભારતે તેનો વિરોધ કરવા માટે નેપાળને એક ડિપ્લોમેટિક નોટ પણ સોંપી હતી. આ સિવાય ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના નવા નકશાને ઔતિહાસિક તથ્યોની સાથે છેડછાડ ગણાવી હતી. 


કોઇ ફિલ્મની સ્ટોરી જેવો જ લાગશે રોયલ કપલનો આ વીડિયો, વીકેન્ડનો આનંદ માણતા શીખો


નેપાળી ભાષામાં નકશાની 2500 કોપી પ્રિન્ટ
નેપાળી માપન વિભાગના સૂચના અધિકારી દામોદર ઢકાલે કહ્યુ કે, નેપાળના નવા નકશાની 4000 કોપીને અંગ્રેજીમાં પ્રકાશિત કરવા માટે કામ ચાલી રહ્યું છે. આ માટે એક કમિટીની પણ રચના કરવામાં કરવામાં આવી છે. આ વિભાગે નેપાળીમાં નકશાની આશરે 25000 કોપી પ્રિન્ટ કરી લીધી છે. તેને દેશની અંદર વિતરણ કરવાની યોજના છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube