કાઠમાંડુ: નેપાળની રાષ્ટ્રપતિ (Nepal President) વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari ) એ સંસદને ભંગ કરતાં વચગાળાની ચૂંટણી (Mid-Term Elections) ની જાહેરાત કરી છે. નેપાળ (Nepal) માં 12 અને 19 નવેમ્બરના રોજ વચગાળાની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ (Bidya Devi Bhandari ) નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba) અને પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) બંનેના સરકાર બનાવવાના દાવાને નકારી કાઢ્યા છે. આ જાણકારી નેપાળ કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપી શર્મા ઓલી (KP Sharma Oli) અને વિપક્ષી દળો બંનેએ જ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari ) ને સાંસદોના હસ્તાક્ષરવાળા પત્રને સોંપીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઓલી વિપક્ષ દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા. 


ઘરેબેઠા જાણી શકશો ક્યારે-ક્યાં વેક્સીનના કેટલા સ્લોટ છે ઉપલબ્ધ, IIT એ બનાવી શાનદાર એપ


ઓલીએ 153 સભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ દેઉબાએ દાવો કર્યો હતો કે તેમના પક્ષમાં 149 સાંસદ છે. નેપાળની 275 સદસ્યીય પ્રતિનિધિ સભામાં 121 સીટો સાથે સીપીએન-યૂએમએલ સૌથી મોટો પક્ષ છે. બહુમતથી સરકાર બનાવવા માટે 138 સીટોની જરૂર હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube