ઘરેબેઠા જાણી શકશો ક્યારે-ક્યાં વેક્સીનના કેટલા સ્લોટ છે ઉપલબ્ધ, IIT એ બનાવી શાનદાર એપ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં એંજીનિયરિંગના બે વિદ્યાર્થીઓએ એક એવી એપ્લિકેશન વિકસિત કરી છે, જે કોરોના વાયરસ રસીકરણ (Corona Vaccination) માટે કોવિન (CoWin) પોર્ટલ પર ઉપલબ્ધ સમય વિશે ઉપયોગકર્તાઓને નોટિફિકેશન મોકલે છે.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં એંજીનિયરિંગના બે વિદ્યાર્થીઓએ એક એવી એપ્લિકેશન વિકસિત કરી છે, જે કોરોના વાયરસ રસીકરણ (Corona Vaccination) માટે કોવિન (CoWin) પોર્ટલ પર ઉપલબ્ધ સમય વિશે ઉપયોગકર્તાઓને નોટિફિકેશન મોકલે છે.
IIT ના વિદ્યાર્થીઓએ બનાવ્યું પોર્ટલ
દિલ્હી સ્થિત ઇંદ્રપ્રસ્થ આઇઆઇટી (IIT) ના કોમ્યૂટર સાયન્સ એંજીનિયરિંગ (CSE) ના ત્રીજા વર્ષના વિદ્યાર્થી પારસ મેહન અને સીએસઇના ચોથા વર્ષના વિદ્યાર્થી રોહન રાજપાલએ 'કોવિન એલર્ટ' નામથી ટેલીગ્રામ બોટને મે મહિનામાં ઉપલબ્ધ કરાવ્યો હતો અને ત્યાર્થી તેને ઉપયોગ કરનાર લોકોની સંખ્યા વધીને 40,000 થઇ ગઇ છે. મેહને દાવો કર્યો છે કે આ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેમણે કહ્યું કે 'જે વ્યક્તિ કોઇ વિશેષ સ્લોટ (નિર્ધારિત સમય) બુક કરાવવા માંગે છે, તેને પોતાના જિલ્લાનું નામ અથવા પિનકોડ અને પોતાની ઉંમર જણાવવી પડશે. આ બોટ અત્યારે 5,002 પિનકોડ અને 564 જિલ્લા સંબંધી જાણકારી પુરી પાડી રહ્યો છે.'
જાણી શકશો ક્યારે-ક્યાં કેટલા સ્લોટ છે ઉપલબ્ધ
મેહને કહ્યું કે ત્યારબાદ બોટ કોવિડ પોર્ટલ પર સ્લોટ ઉપલબ્ધ હોવાના પર નોટિફિકેશન દ્વારા વ્યક્તિને તેની જાણકારી આપે છે. આ સંદેશમાં જાણકારી હોય છે કે કયા કેંદ્રમાં સ્લોટ ઉપલબ્ધ છે, કેટલા સ્લોટ ઉપલબ્ધ છે અને કઇ તારીખ પર ઉપલબ્ધ છે. એવામાં રસીકરણ કરાવવા માટે ઇચ્છુક લોકોને કોવિન પોર્ટલ પર સ્લોટ બુક કરવાનો હોય છે, પરંતુ પોર્ટલમાં ઘણી ટેક્નિકલ સમસ્યા છે. મોટાભાગે જાણકારી આપ્યા વિના સ્લોટ પર બુકિંગ શરૂ થઇ જાય છે અને લોકોને તાજા જાણકારી માટે વેબસાઇટને વારંવાર રિફ્રેશ કરવું પડે છે, જે ખૂબ જ કંટાળાજનક હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે