Corona: આ દેશમાં જોવા મળ્યો નવા રંગરૂપવાળો કોરોના વાયરસ, 10 ગણો વધુ `ખતરનાક`
મલેશિયામાં તપાસકર્તાઓને કોરોના વાયરસની એક એવી જાતિ વિશે જાણવા મળ્યું છે કે જે સામાન્ય કરતા 10 ગણો વધુ સંક્રમક છે. કોરોનાના આ મ્યુટેસનને દુનિયામાં ડી 614 તરીકે ઓળખે છે. કહેવાય છે કે આવા કેસની શરૂઆત એક મલેશિયન રેસ્ટોરન્ટ માલિકના હાલમાં જ ભારતથી પાછા ફર્યા બાદ 14 દિવસના જરૂરી ક્વોરન્ટાઈન પીરિયડને તોડવાથી શરૂ થઈ છે.
ક્વોલાલમ્પુર: મલેશિયામાં તપાસકર્તાઓને કોરોના વાયરસની એક એવી જાતિ વિશે જાણવા મળ્યું છે કે જે હાલના સામાન્ય વાયરસ કરતા 10 ગણો વધુ સંક્રમક (infectious) વાયરસ છે. કોરોનાના આ મ્યુટેસનને દુનિયામાં ડી 614 તરીકે ઓળખે છે. કહેવાય છે કે આવા કેસની શરૂઆત એક મલેશિયન રેસ્ટોરન્ટ માલિકના હાલમાં જ ભારતથી પાછા ફર્યા બાદ 14 દિવસના જરૂરી ક્વોરન્ટાઈન પીરિયડને તોડવાથી શરૂ થઈ છે.
Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 26 લાખ પાર, એક દિવસમાં 941 લોકોના મૃત્યુ
સંક્રમણ ઝડપથી ફેલાવવાની શક્યતા
આરોપી વ્યક્તિને કોરોનાના ક્વોરન્ટાઈનના નિયમો તોડવા બદલ 5 મહિનાની સજા અને દંડ થયો છે. આવો જ કેસ ફિલિપાઈન્સથી પાછા ફરેલા એક સમૂહમાં પણ જોવા મળ્યો છે. જ્યાં 45 લોકોમાંથી 3 લોકોમાં આ ટાઈપનો કોરોના વાયરસ જોવા મળ્યો છે. અમેરિકાના ટોચના સ્વાસ્થ્ય સલાહકાર ડો ફૌસીએ કહ્યું છે કે આ મ્યુટેશનથી કોરોના વયારસનો પ્રસાર વધુ ઝડપથી થઈ શકે છે.
Corona Virus વિશે અત્યાર સુધી ખબર જ નહતી આ વાત, ખુલાસા બાદ હવે સારવારમાં મળશે મોટી મદદ
વેક્સિનના વિકાસની સ્પીડ થશે ધીમી
મલેશિયન સ્વાસ્થ્ય વિભાગના ડાઈરેક્ટર જનરલ નૂર હિશામ અબ્દુલ્લાએ કહ્યું કે કોરોના વાયરસના નવા મ્યુટેશનના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. તેનાથી અત્યાર સુધી વેક્સિન બનાવવા અને મ્યુટેશન રોકવા માટે વિક્સિત કરાયેલી ટેક્નોલોજી પણ નિષ્ફળ જઈ શકે છે.
દુનિયાની પ્રથમ COVID-19 વેક્સીનનું પ્રોડક્શન શરૂ, આ મહિનાના અંત સુધી થશે પુરૂ
કોરોના વાયરસમાં થનારા આ મ્યુટેશન અમેરિકા અને યુરોપના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી કે કોરોના વાયરસના મ્યુટેશનથી માણસોને વધુ ગંભીર બીમારીઓ થઈ રહી છે. સેલ પ્રેસમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં કહેવાયું છે કે હાલમાં વિક્સિત થઈ રહેલી વેક્સિનના પ્રભાવ પર મ્યુટેશનની મોટી અસર થવાની શક્યતા નથી.
મલેશિયાએ લોકોને કરી સહયોગની અપીલ
મલેશિયાના સ્વાસ્થ્ય વિભાગના ડાઈરેક્ટર જનરલે કહ્યું કે લોકોએ સાવધાન રહેવાનું અને વધુ સાવધાની વર્તવાની જરૂર છે. આ નવો ટાઈપનો કોરોના હવે મલેશિયામાં મળ્યો છે. લોકોના સહયોગની ખુબ આવશ્યકતા છે. જેથી કરીને આપણે કોઈ પણ મ્યુટેશનથી સંક્રમણની કડીને તોડી શકીએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube