ફરી ચિંતામાં થયો વધારો, વિયતનામમાં ભારત અને બ્રિટનમાં મળેલા સ્ટ્રેનનો હાઇબ્રિડ કોરોના વેરિએન્ટ મળ્યો
લોકોએ કહ્યું કે, વિયતનામમાં હાલમાં કોરોના સંક્રમણમાં વૃદ્ધિનું કારણ આ વેરિએન્ટ હોઈ શકે છે. દેશની 63 નગર પાલિકાઓ અને પ્રાંતોમાંથી 30માં સંક્રમણના કેસ વધી રહ્યાં છે.
હનોઈઃ વિયતનામમાં કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. આ ભારત અને બ્રિટનમાં મળેલા વાયરસના સ્ટ્રેનનો હાઇબ્રિડ વેરિએન્ટ એટલે કે બન્નેને મળીને બન્યો છે. વિયતનામના સ્વાસ્થ્ય મંત્રી ગુયેન ટી. લોંગે શનિવારે કહ્યુ કે, વૈજ્ઞાનિકોએ હાલમાં સંક્રમિત થયેલા કેટલાક દર્દીઓના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ કર્યા હતા. તેમાં નવા વેરિએન્ટની જાણકારી મળી છે.
કોરોનાના ચાર સ્ટ્રેન ચિંતાનું કારણ
લેબ રિપોર્ટમાં તેના બીજા અન્ય વેરિએન્ટના મુકાબલે વધુ ઝડપથી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક યાદી જાહેર કરી છે, જેમાં દુનિયામાં મળેલા કોરના વાયરસના ચાર સ્ટ્રેનને 'વેરિએન્ટ ઓફ કન્સર્ન' ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમાં બ્રિટન અને ભારતમાં મળેલા વેરિએન્ટની સાથે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલા બે વેરિએન્ટ પણ સામેલ છે.
Coronavirus: વુહાન લેબમાં જ તૈયાર થયો કોરોના!, વૈજ્ઞાનિકોને મળ્યો મોટો પૂરાવો
કેસ વધવાને કારણ છે આ વેરિએન્ટ
લોકોએ કહ્યું કે, વિયતનામમાં હાલમાં કોરોના સંક્રમણમાં વૃદ્ધિનું કારણ આ વેરિએન્ટ હોઈ શકે છે. દેશની 63 નગર પાલિકાઓ અને પ્રાંતોમાંથી 30માં સંક્રમણના કેસ વધી રહ્યાં છે. મે સુધી વિયતનામમાં 3100 કેસ સામે આવ્યા હતા અને 35 લોકોના મૃત્યુ થયા હતા. પરંતુ પાછલા કેટલાક સપ્તાહમાં 3500થી વધુ નવા કેસ મળ્યા છે અને 12 લોકોના મૃત્યુ થયા છે. કુલ મળીને મૃતકોની સંખ્યા 47 થઈ ગઈ છે.
બ્રિટનમાં ફરી વધવા લાગ્યા કેસ
બ્રિટન ખાસ કરીને ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી વૃદ્ધિ થવા લાગી છે. તેની પાછળ ભારતમાં સૌથી પહેલા મળેલા કોરોના વાયરસના વેરિએન્ટ બી.1.617.2 ને કારણ માનવામાં આવી રહ્યું છે. નવા કેસમાં 23 ટકાથી વધુની વૃદ્ધિ થઈ રહી છે. પાછલા શુક્રવારે 2829 નવા કેસ મળ્યા હતા, જ્યારે આ શુક્રવારે 4182 થઈ ગઈ છે. દરરોજ થનાર મોતમાં પણ 11 ટકાનો વધારો થયો છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પત્નીને કિસ કરતા પોસ્ટ કરી તસવીર, કોમેન્ટનો થયો વરસાદ
સંક્રમણમાં ઝડપથી વધારાની આશંકા
બ્રિટનમાં પાછલા શુક્રવારે નવ લોકોના મોત થયા હતા, આ સપ્તાહે સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. ઇમ્પીરિયલ કોલેજ લંડનના શોધકર્તાઓએ જૂનમાં સંક્રમણમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. ઈંગ્લેન્ડનો આર-રેટ એક થઈ ગયો છે એટલે કે એક સંક્રમિત વયક્તિ અન્ય વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. લૉકડાઉનને કારણે આ દર ઓછો થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube