Coronavirus: વુહાન લેબમાં જ તૈયાર થયો કોરોના!, વૈજ્ઞાનિકોને મળ્યો મોટો પૂરાવો

નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસને ચીનની વુહાન લેબમાં તૈયાર કરવામાં આવ્યો હતો. બે વૈજ્ઞાનિકોએ પૂરાવા સાથે આ વાત કહી છે. 

Coronavirus: વુહાન લેબમાં જ તૈયાર થયો કોરોના!, વૈજ્ઞાનિકોને મળ્યો મોટો પૂરાવો

નવી દિલ્હીઃ ચીનના વૈજ્ઞાનિકોએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (Wuhan Institute of Virology) ની બાયો સેફ્ટી લેવલ-4 (B.S.L 4) ની લેબમાં જ કોરોના વાયરસ (Coronavirus)  તૈયાર કર્યો છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોને મળેલા પૂરાવાના આધાર પર આ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. 

ચામાચિડીયાથી નથી ફેલાયો કોરોના
સ્ટડીમાં કહેવામાં આવ્યું કે, ચીની વૈજ્ઞાનિકોએ વાયરસને તૈયાર કર્યા બાદ તેને રિવર્સ-એન્જિનિયરિંગ વર્ઝનથી બદલવાનો પ્રયાસ કર્યો, જેથી એવુ લાગે કે વાયરસ ચામાચિડીયાથી વિકસિત થયો છે. ડેલી મેલના અહેવાલ પ્રમાણે આ સ્ટડીને બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલ્ગનિશ (Angus Dalgleish) અને નોર્વેના વૈજ્ઞાનિક ડો. બિર્ગર સોરેનસેન (Birger Sorensen) એ કરી છે.

ચીનમાં વાયરસ પર રેટ્રો-એન્જિનિયરિંગના પૂરાવા
વૈજ્ઞાનિકોએ લખ્યુ કે, તેમની પાસે છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચીનમાં વાયરસ પર રેટ્રો-એન્જિનિયરિંગના પૂરાવા છે. પરંતુ શિક્ષણ શાસ્ત્રીઓ અને મુખ્ય મેગેઝિને તેને અંજરઅંદાજ કરી દીધા. તમને જણાવી દઈએ કે પ્રોફેસર ડલ્ગલિશ લંડનમાં સેન્ટ જોર્જ યુનિવર્સિટીમાં કેન્સર વિજ્ઞાનના પ્રોફેસર છે. તો ડો. સોરેનસેન એક વાયરોલોજિસ્ટ અને ઇમ્યૂનોર નામની કંપનીના અધ્યક્ષ છે, જે કોરોનાની વેક્સિન તૈયાર કરી રહી છે. 

કોવિડ સેમ્પલની તપાસમાં મળી ખાસ ફિંગરપ્રિન્ટ
આ સ્ટડીમાં કહેવામાં આવ્યું કે, વુહાન લેબમાં  (Wuhan Lab) ઇરાદાપૂર્વક ડેટાને નષ્ટ કરી દેવામાં આવ્યો. તેને છુપાવવામાં આવ્યો અને ગાયબ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે વૈજ્ઞાનિકોએ તેને લઈને પોતાનો અવાજ ઉઠાવ્યો, તેને ચીને ચુપ કરાવ્યા કે ગાયબ કરાવી દીધા. જ્યારે અમે બન્ને વેક્સિન બનાવવા માટે કોરોનાના સેમ્પલનો અભ્યાસ કરી રહ્યાં હતા તો અમે વાયરસમાં એક ખાસ ફિંગરપ્રિન્ટ શોધી. તેને લઈને તેમનું કહેવું છે કે આવુ લેબમાં વાયરસની સાથે છેડછાડ કર્યા બાદ સંભવ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news