ન હૂતી કે ન ઈરાન...આ કારણસર અમેરિકા પર તોળાઈ રહ્યું છે તબાહીનું જોખમ, જાણો કયા શહેરો છે યાદીમાં
દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક અમેરિકા છે. અમેરિકી નીતિની અસર અન્ય દેશો ઉપર પણ પડતી હોય છે. પરંતુ પ્રકૃતિ આગળ તો બધા જ વિવશ છે. અમેરિકા કુદરતી આફતોથી કેટલું સુરક્ષિત છે તેને લઈને એક મોડલ દ્વારા જાણકારી ભેગી કરવામાં આવી અને જે પરિણામો સામે આવ્યા છે તે ડરામણા છે.
દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક અમેરિકા છે. અમેરિકી નીતિની અસર અન્ય દેશો ઉપર પણ પડતી હોય છે. પરંતુ પ્રકૃતિ આગળ તો બધા જ વિવશ છે. અમેરિકા કુદરતી આફતોથી કેટલું સુરક્ષિત છે તેને લઈને એક મોડલ દ્વારા જાણકારી ભેગી કરવામાં આવી અને જે પરિણામો સામે આવ્યા છે તે ડરામણા છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમેરિકાનો 75 ટકા વિસ્તાર તબાહી નોંતરે તેવો છે. હવે સવાલ એ થાય કે તેની પાછળનું કારણ શું? વાત જાણે એમ છે કે ભૂકંપ અંગે એક રિફાઈન્ડ મોડલ દ્વારા સ્ટડી કરવામાં આવ્યો જેનાથી જાણવા મળે છે કે ભૂકંપ લગભગ 75 ટકા વિસ્તારોને તબાહ કરી શકે તેમ છે.
અમેરિકાના આ શહેરો પર જોખમ
મોડલમાં ઉલ્લેખ છે કે લોસ એન્જેલસ, સાન ફ્રાન્સિસકો, પોર્ટલેન્ડ, સોલ્ટ લેક સિટી અને મેફિન્સના વિસ્તારો ભૂકંપથી તબાહ થઈ શકે છે. આ એ વિસ્તારો છે જેમની અમેરિકાની ખુશહાલીમાં મોટી ભૂમિકા છે. નવા મોડલથી જાણવા મળે છે કે છેલ્લા 200 વર્ષમાં અમેરિકામાં જેટલા પણ શક્તિશાળી ભૂકંપ આવ્યા છે તેમની રિક્ટર સ્કેલ પર તીવ્રતા પાંચથી વધુ રહી છે. મોડલથી એ પણ જાણવા મળે છે કે ફક્ત અલાસ્કા અને કેલિફોર્નિયા જ નહીં પરંતુ સેન્ટ્રલ અને એટલાન્ટિક કોસ્ટલથી જોડાયેલા ઉત્તર પૂર્વના વિસ્તારોમાં ભૂકંપ મોટી તબાહી મચાવવા માટે તૈયાર છે. વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને બોસ્ટન વિસ્તારો પણ બરબાદીને આરે ઊભા છે. અર્થક્વેક સ્પેક્ટ્રામાં ભૂકંપથી થનારા નુકસાન અંગે જાણકારી આપવામાં આવી છે.
ભૂકંપ વિશે સટીક અનુમાન મુશ્કેલ
યુએસજીએસના માર્ક પીટરસન જણાવે છે કે આમ તો ભૂકંપ વિશે સટીક જાણકારી મેળવવી ખુબ મુશ્કેલ છે પરંતુ આ મોડલ દ્વારા અમે તે વિસ્તારોની ઓળખ કરવામાં સફળ થયા છીએ જે આવનારા સમયમાં ભૂકંપનો સામનો કરી શકે છે. તેમાં ફોલ્ટ લાઈન્સ, ટોપોગ્રાફીને સામેલ કરાઈ છે. ભૂકંપ કેમ આવે છે તેના વિશે માર્ક પીટરસન જણાવે છે કે ધરતીની અંદર ખાસ કરીને ફોલ્ડ લાઈનની ચારેબાજુ હલચલ મચેલી છે. તેના કારણે ધરતીના પેટાળમાં જરૂર કરતા વધુ ઉર્જા ભેગી થઈ રહી છે અને આ ઉર્જા બહાર આવવા માટે ધમપછાડા કરે છે. ફોલ્ટ લાઈન તે ઉર્જાને બહાર નીકળવા માટે રસ્તો આપે છે અને તેની અસર જમીન પર જોવા મળે છે.
ધરતીના પેટાળમાં હલચલ
રિસર્ચર્સનું કહેવું છે કે આમ તો દાયકાઓથી અમે અર્થક્વેકની પેટર્નને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ અમારી પાસે પૂરતો ડેટા ન હોવાના કારણે કે પછી વિસ્તારો વિશે ઓછી જાણકારી હોવાના કારણે અંદાજો લગાવવો એકદમ કઠિન હોય છે. અત્યાર સુધી જે પણ અનુમાન રજૂ કરાય છે તે જૂના ડેટા પર આધારિત છે. પરંતુ ન્યૂ મોડલના કારણે અમે થોડુ વધુ ચોક્કસપણે ભૂકંપ વિશે જાણકારી આપી શકીએ છીએ. ભૂકંપને લઈને દુનિયાના અલગ અલગ ભાગોમાં રિસર્ચ ચાલુ છે. એ વાત અલગ છેકે ધરતીની અંદર થઈ રહેલી હલચલને યોગ્ય રીતે સમજી શકાતી નથી. હકીકતમાં ધરતીની અંદરનું કમ્પોઝિશન પોતાનામાં જ એકદમ જટિલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube